શંકરસિંહે પોતાના વક્તવ્યમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ હુ સોનિયા ગાંધીને મળવા ગયો હતો. ત્યારે મે તેમને કહેલુ કે મને કોંગ્રેસ પક્ષે ઘણું બધુ આપ્યું તે બદલ આપનો આભાર. પરંતુ હું થોડા દિવસોમાં પાર્ટી છોડી દઈશ. જો કે હું તમારો ભરોસો તૂટવા નહીં દઉ. કોંગ્રેસ છોડીશ પણ ભાજપમાં નહીં જઉ. વધુમાં તેમણે કહ્યું કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો ત્યારે ક્યારેય પાછું ફરવું પડ્યું નથી. બાપુ પગ લૂછણીયુ નથી. એમ કહીને શંકરસિંહે તેમના વિરોધીઓને ટોણો માર્યો હતો.