અમરેલી, તા.૨૩
અમરેલીના એસપી અને મહિલા પીએસઆઇને સોશિયલ મીડિયા વોટ્સએપમાં વીડિયો વાયરલ કરી ધમકી આપનાર રાજકોટની સોનુ ડાંગરની અમરેલી પોલીસે રાજસ્થાનની ધરપકડ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ મળતા આજે રિમાન્ડ પુરા થતા અમરેલી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સોનુ ડાંગરને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. સોનુ ડાંગરના વકીલ દ્વારા જામીન અરજી મુકતા પોલીસે મજબૂત પુરાવા અને દલીલો કરતા કોર્ટે જામીન નામંજૂર કરતા સોનુ જેલમાં ધકેલાઈ હતી.અમરેલીના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ડોડિયાને વોટ્સએપ માધ્યમથી વીડિયો વાયરલ કરી ગાળો ભાડનાર તેમજ ધમકી આપનાર સોનુ ડાંગર નામની અપરાધિક મહિલાને અમરેલી પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધેલ હતી અને એક દિવસના રિમાન્ડ પોલીસે મેળવેલ હતા.આજરોજ રિમાન્ડ પુરા થતા અમરેલી કોર્ટમાં સોનુ ડાંગરને રજૂ કરતા કોર્ટે સોનુને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો સોનુ ડાંગરના વકીલ દ્વારા જામીન અરજી મુકતા પોલીસે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી સોનુ ડાંગરના કાગળો મજબૂત બનાવી કોર્ટમાં જામીન નામંજૂર કરવા ભલામણ કરતા કોર્ટે પોલીસની દલીલો માન્ય રાખી સોનુ ડાંગરના જામીન અરજી નામંજૂર કરતા સોનુ ડાંગરને અમરેલી જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં ધમકી આપનાર સોનુ ડાંગરની જામીન અરજી નામંજૂર

Recent Comments