ભૂજ,તા.૧
રાજકોટ શહેરની લેડી ડોન સોનુ ડાંગર વિરૂધ્ધ તાત્કાલિક કડક પગલાં ભરવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ ગૃહ સચિવને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરની લેડી ડોન સોનું ડાંગર અગાઉ પણ અમારા પયગમ્બર સાહેબ તેમજ ઈસ્લામમાં ધર્મ વિરૂધ્ધ વીડિયો વાયરલ કર્યા હતા. જે બાબતે સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને ગુજરાત રાજયભરમાં તંત્રને આવેદનપત્રો અપાયા હતા અને એફઆઈઆર પણ નોંધાવાઈ હતી. પણ તેને કોઈ કડક સજા ન થતા તે ફરી છેલ્લા છ દિવસથી પોતાના વોટસએપ નંબર ૯૬ર૪૩પ૭રપ૭ ઉપર મહંમદ પયગમ્બર સાહેબ વિરૂધ્ધ તેમજ ઈસ્લામ ધર્મ વિરૂધ્ધની ડીપી.આઈડી અને ફોટાઓ વાયરલ કરી રહી છે અને પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ સમાજ પોતાની બંદગી દરમ્યાન આવી લેડી જેની છબી દરેક ક્ષેત્રે ખરડાયેલી છે તેણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને મોટી ઠેસ પહોંચાડી છે અને મુસ્લિમોને આઘાત લાગેલ છે. ગઈકાલે રાત્રી દરમ્યાન ભૂજ શહેર મધ્યે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ભુજ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદ નોંધાવવા ગયેલ હતા અને સોનું ડાંગરને કડકમાં કડક સજા થાય તે માટે ફરિયાદ નોંધાવી છે અને તેમના ઉપર રાજકોટ શહેર મધ્યે પણ એફઆઈઆર થયેલ છે સોનું ડાંગર એક વિકૃત મગજની વ્યકિત હોઈ પોલીસને સતત હેરાન કરતી હોઈ મુસ્લિમ સમાજની અવારનવાર ધાર્મિક લાગણીઓ દુભાવી રહી છે માટે રાજય કક્ષાએ આ મુદ્દાને ધ્યાને લઈ તેની ધરપકડ કરી અને કડકમા કડક સજા થાય તેવી મુસ્લિમ સમાજ તથા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ જે હાલેપૌત્રા હોદ્દેદારોની માગ છે. ઉપરોકત ફરિયાદ આરબ અ.આમદ એ. નોંધાવી હતી અને તેમની સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપૌત્રા, કાસમશા સૈયદ, કલાહુલ મુસ્લેમીન સંસ્થાના પ્રમુખ મોહસીન હિંગોરજા, સામાજિક આગેવાન રફીકભાઈ મારા શકીલ સમા ઈરફાન, કાનિયા, મામદભાઈ બકાલી, ગુલામશા સૈયદ, શબ્બીર જત તેમજ સેજવાલા માતમ યુવક મંડળ તથા યુવાનો ફરિયાદ માટે એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા ઉપરોકત ફરિયાદને ધ્યાને લઈ ઘટતું કરવા વિનંતી છે.