બ્રિસ્ટલ, તા.૧૯
અનુભવી બેટ્‌સમેન સરાહ ટેલની અણનમ અર્ધસદીની મદદથી ઈંગ્લેન્ડે રોમાંચક મુકાબલામાં દ.આફ્રિકાને બે બોલ બાકી રહેતા બે વિકેટે વિજય મેળવી આઈસીસી મહિલા વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. દ.આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા પ્રીઝ (અણનમ ૭૬) અને વોલવાર્ટ (૬૬)ની અર્ધસદીની મદદથી નિર્ધારીત પ૦ ઓવરમાં ૬ વિકેટે ર૧૮ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ટેલરે હાઈએસ્ટ પ૪ રન બનાવ્યા. આ ઉપરાંત નાઈટે ૩૦ અને વિલ્સને ૩૦ રન બનાવ્યા પણ અંતિમ ઓવરોમાં જૈની ગુનની સ્ફોટક ર૭ની ઈનિંગથી ઈંગ્લેન્ડ વિજય મેળવવામાં સફળ રહ્યું હતું.