(એજન્સી) લખનૌ, તા.૩૦
સમાજવાદી પાર્ટીના અયોધ્યા નગરપાલિકા ચૂંટણીમાં ગુલશન બિંદુને મેયર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પાર્ટીએ રવિવારે પ્રદેશના ૧૬ નગરનિગમોથી સાતના મેયર પદ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં સામેલ ગુલશન કિન્નર છે. પ્રથમ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવાર છે. સમાજવાદી પાર્ટીએ મુરાદાબાદથી યુસુફ અન્સારી અને અલીગઢથી મુજાહિર કિદવઈને મેયર માટે ઉમેદવાર બનાવ્યા છે. યાદી જાહેર કરતાં સમાજવાદી પાર્ટીના પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે પાર્ટીએ બધા વર્ગોનું પ્રતિનિધિત્વ કર્યું છે. સપા પ્રવકતાએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારમાં મહિલાઓ અને વેપારીઓનું સૌથી વધારે શોષણ થઈ રહ્યું છે. જેના માટે સપાએ સૌથી વધુ ઉમેદવારો બન્ને વર્ગોને આપ્યા છે. શુક્રવારના રોજ રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિય એકમ ચૂંટણીની ઘોષણા કરી આ ચૂંટણી ત્રણ ચરણોમાં કરવામાં આવશે. ચૂંટણી માટે મતદાન રર નવેમ્બર, ર૬ નવેમ્બર અને ર૯ નવેમ્બરે થશે જ્યારે મતદાનની ગણતરી એક ડિસેમ્બરે થશે. યુપીમાં ૧૬ નગરનિગમો, ૧૯૮ નગર પરિષદો અને ૪૩૮ નગર પંચાયતો માટે ચૂંટણી થશે.