અમદાવાદ,તા.૧૦
અમદાવાદના મણિનગરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સ્પા સેન્ટરમાંથી મુખ્ય સૂત્રધાર મહિલાની ધરપકડ કરી છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, મણિનગરના જવાહરચોક પાસે એક કોમ્પલેક્ષ આવેલું છે જ્યાં કોહિનૂર નામનું સ્પા સેન્ટર છે. આ સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલે છે તેવી પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે ૪ મહિલા તેમજ મુખ્ય બીલખિસબાનું નામની મહિલાની ધરપકડ કરી છે. સાથે ૩ યુવકની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પા સેન્ટર છેલ્લા ૬ મહિનાથી ચાલતું હતું. તેમજ આ મહિલા બોમ્બેની રહેવાસી છે અને હાલ શહેરના જસોદાનગરમાં રહે છે.