– આર. સુકુમાર

પ્રગતિના રસ્તે વધી રહેલા કોઈ રાષ્ટ્રને એક નારાની જરૂરત હોય છે, તો શું હું વિનમ્રતાથી આ નારો આપી શકું કે, એક પુરુષે એ જ કરવું જોઈએ, જે તે અનુભવ કરી રહ્યો હોય. આ નારો તે રાષ્ટ્ર માટે બિલકુલ યોગ્ય છે, જ્યાં મોટાભાગે પુરુષોને ખુલ્લી જગ્યાએ મૂત્રત્યાગ કરવામાં સંકોચ નથી. અહીંયા મેં જાણી જોઈને પુરુષ શબ્દનો ઉપયોગ કર્યો છે, કારણ કે મહિલાઓ આવું નથી કરતી. ભારતીય મહિલાઓને તો પહેલો પાઠ એ જ આપવામાં આવે છે કે તેમણે આ માનવીય જરૂરતને રોકીને રાખવાની છે.

– આ એક એવી જગ્યા છે, જ્યાં હું નાનામાં નાની વસ્તુની દેખરેખવાળી વ્યવસ્થાનું સમર્થન કરું છું. મને એ અજુગતું લાગે છે કે ખુલ્લેઆમ મૂત્રત્યાગથી થવાવાળા સ્વાસ્થ્ય સંબંધી નુકસાન અને સુંદરતા પર પડવાવાળા પ્રભાવને લઈને સરકાર જે નિરાશ છે, તેઓ એમ વિચારીને પાતળી થતી જાય છે કે લોકો આખરે બીમાર પડે છે. કેવી રીતે અથવા તેઓ શું અને કેટલું ખાય છે ? મારું માનવું છે કે સાર્વજનિક સ્થાનો પર પેશાબ કરવા પર દંડની વ્યવસ્થા સ્થાનિય માળખાને મજબૂત કરી શકે છે અને તેમને ‘સેનોરી ઈન્સ્પેક્ટર’ (સ્વાસ્થ રક્ષા ઈન્સ્પેક્ટર)ની સેના ઊભી કરવામાં મદદ કરી શકે છે. માત્ર કલ્પના તો કરો તેના માટે કેટલી નોકરીઓ ઊભી થશે ?

– વાત માત્ર ખુલી રીતે મૂત્રત્યાગની નથી. ભારત જ્યાં ત્યાં થૂંકવાવાળાનો પણ દેશ છે. મને તો એ જ લાગે છે કે અહીં ખુલ્લેઆમ પેશાબ કરવું અને જ્યાં ત્યાં થૂંકવું ક્રિકેટ અને ગૌરક્ષાથી પણ વધારે લોકપ્રિય મનોરંજનનું સાધન છે.

– આમાં ભારત એવો દેશ પણ છે, જ્યાં રસ્તામાં ચાલતા કચરો ફેંકવાવાળા અને મશ્કરી કરવાવાળાની પણ કમી નથી. પોતાની પહેલી પાત્રા પર નીકળેલા તેજસ એક્સપ્રેક્ષની સંપત્તિને પહોંચાડવામાં આવેલા નુકસાનને જોઈએ હું ચોકી ગયો. જે લોકો એવું વિચારે છે કે આવું માત્ર ટ્રેનમાં જ થાય છે, તેમને હું એક કિસ્સો જણાવવા માગું છું. નાની જ છે. કેટલાક વર્ષ પહેલાની આ વાત છે. ઈન્ડિગો ફલાઈટમાં મારી બાજુમાં જ એક યુવાન બેઠો હતો, જેણે ખૂબ જ શાનદાર કપડાં પહેરેલા હતા. તે કિંડલમાં એક લોકપ્રિય ભારતીય ઉપન્યાસકારની પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યાં જ તેણે પોતાની નાકમાં આંગળી નાખી અને પછી જે ગંદકી નીકળી તે તેણે પોતાની સામેવાળી સીટની નીચે સાફ કરી નાખી. મેં તેને ટોક્યો અને એક ટિશ્યુ પેપરથી સાફ કરવા માટે કહ્યું. ઓહ ! ખુલ્લેઆમ પેશાબ કરવાની સાથે સાથે ભારતીય પુરુષ નાકમાં આંગળી નાખવા અને જાંઘના ખૂણાને ખંજવાળવામાં પણ પાછળ નથી.

– આખરે આપણે કેમ આવું કરીએ છીએ ?

– હું એ માનું છું કે આપણા દેશમાં શૌચાલયોની પર્યાપ્ત સંખ્યા નથી. પરંતુ હું એમાં સંમત નથી કે જ્યાં છે, ત્યાં બધું જ સ્વસ્થ છે. મેં ઘણી વાર જોયું છે કે સારા તેમજ ચોખ્ખા સાર્વજનિક શૌચાલય (જન સુવિધાઓ)ની બાજુમાં પણ પુરુષ મૂત્રત્યાગ કરતા રહે છે. જ્યારે તેમને ટોકવામાં આવ્યા તો તેમનામાંથી મોટાભાગે નિર્લજતાથી પોતાના કામમાં લાગેલા જ રહ્યા હતા. મોટાભાગના લોકોને તો શરમ પણ ન આવી. મહિલાઓ એવું વિચારી રહી હશે કે હું તેમની વાતો કરીને તેમની સાથે ઊભો રહેવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ નદી, હું તો અને ધ હેનરી મિલર ડોન પેટ્રોલનું બીજું સંસ્કરણ માનું છું. જે લોકોએ આ વાર્તા નથી વાંચી તેમને માત્ર એટલું કહી શકું કે તેમાં પોતાની પેન્ટ ગંદા કરવાવાળા પુરુષો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

– કોઈપણ શંકા સિવાય હું એ પણ જાણું છું કે મોટાભાગના સાર્વજનિક શૌચાલયોમાં ગંદકી વિસ્તરેલી હોય છે, પરંતુ તે પણ કહેવા માગીશ કે તેના માટે જવાબદાર કોણ છે ?

– સાફ જ છે, આ સમસ્યાનું નિવારણ એક શિષ્ટાચારયુક્ત શિક્ષા પણ છે. શાળાઓના અધ્યયન- અધ્યાપનમાં જ સ્વચ્છતા સંબંધી વિષયનો સમાવેશ કરવો જોઈએ. તેના પછી ‘યોન શિક્ષણ’નો વારો આવે છે. પછી, એ પણ આપણાથી છુપું નથી કે નાના શહેરો, કસ્બાઓ, ગામડાઓના ઘણા બધા સરકારી શાળાઓમાં શૌચાલય નથી.

– મેં આ લેખમાં નાગરિકોની અશિષ્ટતાનો ઉલ્લેખ કરેલ છે, તે વાસ્તવિક રીતે કોઈ સાંસ્કૃતિક સમસ્યા નથી, પરંતુ તે આપણા આચરણનો દોષ છે. અને મારું સ્પષ્ટ માનવું છે કે આચરણ અને વ્યવહાર સુધારી પણ શકાય છે. પોતાના શરૂઆતના વર્ષોમાં સિંગાપુરમાં પણ ઠીક આ રીતે જ જ્યાં ત્યાં થૂંકવા તેમજ મૂત્રત્યાગની પ્રવૃત્તિએ થતી હતી પરંતુ તેઓએ સફળતાપૂર્વક તેમાંથી મુક્તિ પણ મેળવી લીધી છે. સવાલ એ છે કે આપણા દેશમાં મોટા પાયા પર આવું કશું કરી શકાય છે ? હાલમાં આનો જવાબ મારી પાસે પણ રહેલ નથી.

– હું તો માત્ર એટલું જ જાણું છું કે કેટલાક લોકો, જે ભારતમાં આ પ્રકારનું ખરાબ આચરણ કરે છે, બીજા દેશમાં આવું નથી કરતા. તો પણ વિદેશી જમીન પર તે કોઈ આદર્શ પર્યટક નથી માનવામાં આવતા. જેમ કે, લંડનમાં સ્વયં સંચાલિત સિડીઓ પર પ્રત્યેક લોકો ડાબી તરફની લાઈનમાં ઊભા રહે છે, પરંતુ જો કોઈ બીજાઓથી આગળ નીકળવાનું વિચારે છે અથવા આવો કોઈ વ્યવહાર કરે છે, તો તેને ભારતીય પર્યટક માનવામાં આવે છે. જો કે, ભારતીય વિદેશોમાં આવી જેવી-તેવી વ્યવહાર નથી કરતા, જેને અધિકારપૂર્વક પોતાના દેશમાં જ અંજામ આપે છે, જેમ કે તેઓ ત્યાં ગાડીની બારીમાંથી ચિપ્સ કે અન્ય પેકેટ બહાર નથી ફેંકતા.

– આનો સાફ મતલબ છે કે ખુલ્લેઆમ પેશાબ કરવું, જ્યાં ત્યાં થૂંકવું, ગમે ત્યાં ગંદકી ફેલાવવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું ભારતની ખુદની સમસ્યા છે, કારણ કે તેના માટે દોષીઓએ કોઈ પણ નિર્ણયને નથી ભોગવવો પડતો. પરંતુ આવા લોકોને દંડિત કરવા જ જોઈએ. હું આ બાબત ઉપર એક દેખરેખની વ્યવસ્થાના  પક્ષમાં છું.(સૌ.હિન્દુસ્તાન)