(એજન્સી) કોલંબો, તા.૩૧
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેના દ્વારા વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘેની હકાલપટ્ટી સામે વિરોધ કરી હજારો લોકોએ બંધારણીય કટોકટીને ઉકેલવા સંસદનું સત્ર બોલાવવાની માગણી સાથે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા મહિન્દા રાજપાકસેને વડાપ્રધાન બનાવવાના નિર્ણય સામે યુનાઈટેડ નેશનલ પાર્ટીએ “ધ વોઈસ ઓફ જસ્ટીસ”ના નામે રાષ્ટ્રવ્યાપી દેખાવો અને આંદોલન શરૂ કર્યું છે. વિરોધકર્તાઓએ રાષ્ટ્રપતિના કટઆઉટને સળગાવ્યા હતા. બરખાસ્ત રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે પણ આંદોલનમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે તેઓ હજુ વડાપ્રધાન છે. તેમની હકાલપટ્ટી ગેરકાયદેસર છે. લોકતાંત્રિક મૂલ્યોનું પતન થવા નહીં દેવાય. આ વ્યક્તિત્વનો કે રાજકીય પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે કાનૂન દ્વારા સ્થાપિત શાસન ઈચ્છીએ છીએ કે કોઈ તરંગી વ્યક્તિ દ્વારા ંસમાજનું શાસન. આ આજનો મુદ્દો નથી જે ભવિષ્યને અસરકર્તા બનશે. હાલની મળાંગાંઠ ઉકેલવા સંસદનું સત્ર બોલાવો.
રાષ્ટ્રપતિ સીરીસેનાએ તેમના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે પૂર્વ સરકારનું શાસન રાજકીય ક્ષેત્રે અણગમતુ બની ગયું હતું. સુશાસનના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હતું. રાષ્ટ્રને સંબોધતા સીરીસેનાએ કહ્યું કે દેશમાં ઉમદા રાજના મૂલ્યો નસ્ટ થયા હતા. જેથી વિક્રમસિંઘેની હકાલપટ્ટી કરાઈ હતી.
સંસદના રરપમાં ૧ર૬ રાજ્યોએ સંસદ સત્ર બોલાવવા સ્પીકર સમક્ષ લેખિતમાં માંગણી કરી છે. વડાપ્રધાન વિક્રમસિંઘેની હકાલપટ્ટીથી રાજકીય સ્થિતિ લંકામાં વણસી છે.