હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં સડકો પર ઉતર્યા
(એજન્સી) તા.૧
છેલ્લા બે દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ SSC (સ્ટાફ સિલેકશન કમિશન)નો પ્રશ્નપત્ર ફૂટી જવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ વિશે વિદ્યાર્થીઓની માગણી છે કે આ કેસમાં સી.બી.આઈ. તપાસ થવી જોઈએ. આ સમગ્ર ઘટના વિશે નેતા રણદીપ સુરજેવાલએ પ્રધાનમંત્રી પર પ્રહારો કર્યા હતા.
રણદીપ સુરજેવાલાએ ર૮ ફેબ્રુઆરી બુધવારે ટ્‌વીટ કર્યું હતું કે મોદીજી ભારતના યુવાનોને સડકો પર સૂવા માટે કેમ મજબૂર કરવામાં આવે ? તેઓએ પોલીસની માર ખાવી પડે. શા માટે હઠીલી, અભિમાની સરકાર દ્વારા તપાસ સી.બી.આઈ.ને ન સોંપવાથી તેઓનું શોષણ થાય ? શું પ્રધાનમંત્રી પાસે આ યુવાઓનું દર્દ સાંભળવા માટે હૃદય છે ? આ સાથે એક અન્ય ટ્‌વીટમાં એમણે લખ્યું કે એસએસસી સીજીએલ (કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ) ર૦૧૭ મુખ્ય પરીક્ષાનું પેપર લીક, સડકો પર ભારતના યુવાનો ખાનગી એજન્સીઓના માધ્યમથી ખુલ્લેઆમ નોકરીઓ વેચવામાં આવી રહી છે. ખાન માર્કેટ દિલ્હીની પાસે ભોજન અને પાણી વગર બે દિવસો સુધી અસહાય યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હમણા સુધી નિષ્ફળ રહેલી મોદી સરકાર તેમને સાંભળવાની મનાઈ કરે છે. નોકરીઓ ક્યાં છે મોદીજી ?
મીડિયા અહેવાલો પ્રમાણે આ કિસ્સામાં છાત્રોએ ગંભીર આક્ષેપો કર્યો છે કે એસ.એસ.સી. દ્વારા આયોજિત સી.જી.એલ. ર૦૧૭ના ટિયર-રની પરીક્ષાનું પ્રશ્નપત્ર અને આન્સર-કી લીક થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએે આ પણ ગંભીર આરોપ લગાવ્યો કે એસ.એસ.સી.ની પરીક્ષામાં ગેરરિતી આચરવામાં આવે છે. આ કારણે મોટી સંખ્યામાં એસ.એસ.સી. ઉમેદવારો સકડો પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ઓછામાં ઓછો ૧૦૦૦ કરોડનો ગોટાળો છે. કોઈપણ અમને સાંભળવા માટે તૈયાર નથી. અમે સિનિયર સીટ માટે ભૂખ હડતાળ પર બેસીશું અને આ ભ્રષ્ટ વ્યવસ્થાથી લડીશું. ઉલ્લેખનીય છે કે એસ.એસ.સી. ઉમેદવારો દિલ્હીમાં કમિશનના કાર્યાલય પાસે વિરોધ કરી રહ્યા છે.
નોંધનીય બાબત એ છે કે કોંગ્રેસે આ ગોટાળાને અન્ય વ્યાપમ કૌભાંડ સાથે સરખાવ્યું છે. વ્યાપમ કૌભાંડ મધ્યપ્રદેશમાં થયેલું નોકરીઓ સંબંધિત રહસ્યમય કૌભાંડ હતું. આ કૌભાંડ સાથે સંકળાયેલા પ૦થી વધુ લોકોના રહસ્યમય મૃત્યુ થયા હતા. કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલે કહ્યું હતું કે એસ.એસ.સી કૌભાંડ અન્ય વ્યાપમ કૌભાંડ છે. નોકરીઓ વેચવામાં આવી રહી છે. લાખો યુવાનોના ભવિષ્યને સંકટમાં મૂકવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે છતાં મોદીજી અને એસ.એસ.સી. ચૂપ છે.