અમદાવાદ, તા.૧૮
તાજેતરમાં રાજ્યમાં લેવામાં આવેલી SSC બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી ભાષાના પેપરમાં ફક્ત ચોરી જ નહીં પરંતુ સામુહિક ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એજ્યુકેશન બોર્ડ પણ ચોંકી ઉઠ્યું છે. બોર્ડ દ્વારા આ કિસ્સામાં પંચમહાલ જિલ્લાના શેહેરા ખાતેના કાવલી પરીક્ષા સેન્ટરના ૯૬ વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષામાં એકબીજામાંથી નકલ કરી હોય તેવો કિસ્સો પકડી પાડવામાં આવ્યો છે. જો કે, આ વિદ્યાર્થીઓની ચોરી પકડાવનાર બીજુ કોઈ નહીં પરંતુ તેમનો બેસ્ટ ફ્રેન્ડ ‘વિક્રમ’ છે. આ વિક્રમ એટલે આ વિદ્યાર્થીઓએ લખેલા નિબંધ ‘સ્અ હ્વીજં કિૈીહઙ્ઘ’નું પાત્ર છે કે, જેને આ વિદ્યાર્થીઓએ વિક્રમ તરીકે ઓળખાવ્યો છે. આ વિદ્યાર્થીઓએ કોપીમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડનું નામ સુદ્ધા પણ બદલ્યું નથી. સૂત્રોએ કહ્યું કે, બોર્ડ રાજ્યના કેટલાક સેન્ટર પર સામુહિક કોપી બાબતે પહેલાથી જ સતર્ક હતું. જેમાં કવાલી, ગોંડલ, મોટા કોંડા, કોડિનાર, મહિસાગર અને મોરવા રૈના સહિતના સેન્ટર છે. બોર્ડ દ્વારા આ સેન્ટરના લગભગ ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓના પેપરને શંકાના આધારે જુદા તારવવામાં આવ્યા હતા. બોર્ડના સભ્યએ કહ્યું કે, ‘કવાલી સેન્ટરના ૯૬ વિદ્યાર્થીઓએ શિક્ષકની મદદથી અથવા તો ચબરખીની મદદથી ચોરી કરી હોવાનું તેમના પેપર તપાસતા માલૂમ પડે છે. કેમ કે, આશ્ચર્યજનક રીતે તેમના નિબંધ એકબીજા સાથે એટલા બધા સમાન છે કે, આ દરેકે દરેક ૯૬ વિદ્યાર્થીઓનો બેસ્ટ ફ્રેન્ડ વિક્રમ છે, જે ટેનિસ રમે છે. બધા જ વિક્રમને સ્કૂલમાં મળ્યા હતા તે ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી છે અને તેને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. એટલું જ નહીં ભૂલમાં પણ આ ૯૬ ‘બેસ્ટ ફ્રેન્ડ’ એકબીજાની સાથે છે. આ બધા વિદ્યાર્થીઓએ એક જ જગ્યાએ ‘રૈદ્બ’ની જગ્યાએ ‘ૈહ’ શબ્દ લખી દીધો છે. જેને લઈને બોર્ડે આ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે તેડું મોકલ્યું છે જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના નિબંધનું ટાઇટલ માય બેસ્ટ ફ્રેન્ડ પણ સાચું લખી શક્યા નથી તો નિબંધ કેવી રીતે લખી શકે તો કેટલાકનો વિક્રમના સ્પેલિંગમાં પણ ભૂલ કરી છે. બીજી મોટી વાત છે કે, સ્કૂલમાં એક્ઝામ સમયના સીસીટીવી ફૂટેજ પણ પૂરા નથી. વચ્ચે વચ્ચે લાઇટ જતી રહેતા હોવાનું કહીને આ ફૂટેજ પણ અધુરા અપાયા છે. આપરથી દેખાઈ આવે છે કે, આ પરીક્ષા કેન્દ્ર પર શિક્ષક દ્વારા અથવા કોઈ મળતિયા દ્વારા ચોરી કરાવામાં આવી હોય તેવું પ્રથમ દૃષ્ટિએ માલુમ પડે છે. આ દિશામાં સઘન તપાસ બોર્ડ ચલાવી રહી છે.