અમદાવાદ, તા. ર૮
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુંં જેમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. શિક્ષણ થકી જ સમાજને પ્રગતિને પંથે લઈ જવાશે તેવી વાતને વેગ આપતા આ પરિણામમાં અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ સફળતાના ઉચ્ચ શિખરો સર કરી પ્રગતિના પંથે અગ્રેસર થવા કમરકસી છે. આ વિદ્યાર્થીઓ પૈકી કેટલાક તો આર્થિક રીતે સક્ષમ અને કેટલાક વિદ્યાર્થીઓ મજૂર વર્ગના તો કેટલાક રિક્ષા ડ્રાઈવર કે ચાની કીટલી જેવા વ્યવસાય સાથે સંકળાયેલા વાલીઓના સંતાનો છે. આ તમામ વિદ્યાર્થીઓએ મહેનતના બળે સાબિત કરી દીધું છે કે સફળતા પર કોઈનો ઈજારો નથી તે તો સખત મહેનત કરનારને મળે જ છે. આ વિદ્યાર્થીઓ જુદા-જુદા ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવવા અગ્રેસર થનાર છે ત્યારે તેમની આ સિદ્ધિઓ સાબિત કરે છે કે મુસ્લિમ સમાજમાં પણ હવે શિક્ષણની ભારે ભૂખ જાગી છે જે સમાજને પ્રગતિના પંથે લઈ જઈ સફળતાના શિખરો સર કરાવશે. તેમજ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં પણ પોતાનું યોગદાન આપી સહભાગી બનશે.

પઠાણ તનાઝ યુનુસખાન

ટકા :- ૯૨.૧૭%, પર્સેન્ટાઈલ :- ૯૯.૫૯
પિતા :- યુનુસખાન પઠાણ, વ્યવસાય :- વેપારી (બિઝનેસમેન)
માતા :- મુમતાઝબાનુ, વ્યવસાય :- શિક્ષિકા
પિતાનો અભ્યાસ :- બી.કોમ, માતાનો અભ્યાસ :- શિક્ષક Govt
કયા ક્ષેત્રે આગળ જશો :- મેડિકલ ક્ષેત્રે આગળ જશે
વિશેષ :- તનાઝ દિવસના ૧૦થી ૧ર કલાક મહેનત કરીને ૯૨.૧૭ ટકા મેળવ્યા છે તેણે આજના યુવાનોની જેમ મોબાઈલ યુઝ કરવાની જગ્યાએ તેને ત્યજીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા અથાગ પ્રયત્નશીલ હતી. તેણે ધો.૧૦મા ઝળહળતી સફળતા મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે.

નરમાવાલા રૂકૈયા મોહંમદ સિદ્દીકી

ટકા :- ૯૨.૧૬%, પર્સેન્ટાઈલ :- ૯૯.૫૯
પિતા :- મોહંમદ સિદ્દીકી, વ્યવસાય :- બિઝનેસમેન
માતા :- મરિયમબેન, વ્યવસાય :- ગૃહિણી
પિતાનો અભ્યાસ :- બી.કોમ, માતાનો અભ્યાસ :- ૧૨ પાસ
કયા ક્ષેત્રે આગળ વધશે :- મેડિકલ ક્ષેત્રે આગળ વધશે.
વિશેષ :- રૂકૈયાએ ધો.૧૦મા અથાગ મહેનત કરી ૯૨.૧૬ ટકા મેળવી ઝળહરતી સફળતા હાંસલ કરી છે તેણે દિવસના ૭થી ૮ કલાક મહેનત કરીને સફળતા મેળવી છે તે તેની સફળતાને પોતાના પરિવારને શ્રેય આપ્યો છે તેણે મોબાઈલ જેવા આધુનિક ઉપકરણોનો પણ ત્યાગ કર્યો હતો તેણે ખૂબ જ મહેનત કરીને સફળતા મેળવી છે તેણે સમાજ અને પરિવાનું નામ રોશન કર્યું છે.

પઠાણ નતાલિયા અમઝદખાન

ટકા :- ૯૨, પર્સેન્ટાઈલ :- ૯૯.૫૬
પિતા :- અમઝદખાન પઠાણ, વ્યવસાય :- બિઝનેસમેન
માતા :- નાહિદબેન, વ્યવસાય :- ગૃહિણી
પિતાનો અભ્યાસ :- બી.કોમ, માતાનો અભ્યાસ :- ૧૨ પાસ
કયા ક્ષેત્રે આગળ વધશે :- મેડિકલ ક્ષેત્રે
વિશેષ :- નતાલિયા દિવસ-રાત એક કરી ૧૬ કલાક વાંચન કરીને ધો.૧૦મા ૯ર ટકા મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. તેણે સેવેલુ ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરવા તેણે અથાગ મહેનત કરી છે અને તેના માટે તેણે ધો.૧૦મા ખૂબ જ સઘર્ષ કરી સારા ઊંચા ટકા મેળવ્યા છે અને આગળ તે સાયન્સ લઈને એમબીબીએસ બનવા માંગે છે. તે ડૉક્ટર બની સમાજ અને રાષ્ટ્રની સેવા આપવાની ઈચ્છા ધરાવે છે.

બકરાવાલા મોહંમદ સુલેમ મહંમદ યુનુસ


ટકા :- ૯૨%, પર્સેન્ટાઈલ :- ૯૯.૫૬
પિતા :- મહંમદ યુનુસ, વ્યવસાય :- ઈલેક્ટ્રીશિયન
માતા :- ખદીજા, વ્યવસાય :- હાઉસ વાઈફ
પિતાનો અભ્યાસ :- ૧૨, માતાનો અભ્યાસ :- ૧૦
કયા ક્ષેત્રે આગળ વધશે :- સાયન્સ લઈ એન્જિનિયરિંગમાં આગળ વધશે.
વિશેષ :- ઈલેક્ટ્રીશિયનનો વ્યવસાય કરનારનો પુત્ર મોહંમદ સુલેમ ધો.૧૦મા ઝળહળતી સફળતા મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. તેઓ સવારે વહેલા ઉઠીને દિવસના ૮થી ૧૦ કલાક વાંચન કરતા હતા અને પોતાના ગોલને હાંસલ કરવા દિન-રાત જોવા વગર મહેનત કરીને સફળતા હાંસલ કરી છે.

ડેરૈયા ખુશ્બુ હબીબભાઈ

ટકા :- ૯૧.૮૩%, પર્સેન્ટાઈલ :- ૯૯.૫૨
પિતા :- હબીબભાઈ, વ્યવસાય :- શિક્ષક
માતા :- સાયરાબાનુ, વ્યવસાય :- ગૃહિણી
પિતાનો અભ્યાસ :- એમએ, બીએડ, માતાનો અભ્યાસ :- ધો.૮ પાસ
કયા ક્ષેત્રે આગળ વધશે :- કોમર્સ કરી સીએમાં આગળ વધશે.
વિશેષ :- ડેરૈયા ખુશ્બુએ અથાગ મહેનત કરી ૯૧.૮૩ ટકા મેળવી ઝળહરતી સફળતા મેળવી છે તે રોજના ૮થી ૧૦ કલાકનું વાંચન કરીને ધાર્યું પરિણામ લાવી છે. તેણે સમગ્ર ગુજરાતમાં ફારસી વિષયમાં સૌથી વધુ ૧૦૦માંથી ૯૯ માર્કસ મેળવ્યા છે. તેણે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા દિવસ-રાત મહેનત કરીને સફળતા મેળવી છે અને તે આગળ સીએ બનવા માંગે છે.

સોશિયલ મીડિયાથી દૂર રહીને શેખ આલિયા ૯૮.૮૭ પર્સન્ટાઈલથી ઝળકી

અમદાવાદ,તા.ર૮
ધોરણ-૧૦ની પરીક્ષામાં સારા માક્‌ર્સથી પાસ થવા માટે અમદાવાદની શેખ આલિયા મોહસીનુદ્દીને સતત ૮થી ૧૦ કલાકનું વાંચન અને સોશિયલ મીડિયાથી દૂર રહીને પરીક્ષાની તૈયારી કરી હતી. જેના ફળ સ્વરૂપે આલિયા શેખે ધો.૧૦ની પરીક્ષામાં ૯૮.૮૭ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી ઝળહળથી સફળતા મેળવી છે. બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનારી મિરઝાપુર સેન્ટ ઝેવિયર્સની વિદ્યાર્થિની શેખ આલિયાએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે શરૂઆતથી તૈયારી કરતી હતી. વેકેશનનો સદઉપયોગ કરીને વાંચન કરતી હતી. તેમજ સોશિયલ મીડિયાથી દૂર રહેતી હતી. તેના લીધે જ મારે આટલા સારા માક્‌ર્સ આવ્યા છે. મારી સફળતાનો શ્રેય મારી માતા સીમાબાનુ તથા પિતા મોહસીનુદ્દીનને આપીશ. વધુમાં અભ્યાસ અંગે આલિયાએ જણાવ્યું હતું કે સાયન્સ લઈને મારે ડોકટર બનવું છે. તેમજ ડોકટર બનીને ગરીબોની સેવા કરવી છે.

શેખ મોહમ્મદ અરહમ ગુલામ દસ્તગીર

ટકા : ૮૯.૬૯ પર્સેન્ટાઈલ : ૯૯.૦પ
પિતા : ગુલામ દસ્તગીર વ્યવસાય સ્કૂલ ટીચર
માતા : ફિરોઝાબાનું વ્યવસાય : ગૃહિણી
પિતાનો અભ્યાસ : બીએડ માતાનો અભ્યાસ : ૧૦
કયા ક્ષેત્રે આગળ વધશે : કોમર્સ જોઈન્ટ કરી સીએમાં કારકિર્દી ઘડશે વિશેષ : મોહમ્મદ અરહમ રોજનું ૮થી ૧૦ કલાકનું વાંચન કરી ધો.૧૦માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તેણે પોતાનું દસમાંમાં ઊંચા ટકા લાવવાનો ગોલ સાકાર કરવા અથાગ મહેનત કરી છે. આ માટે તેણે ખાસ કરીને બહાર જવાનું, કોઈ પ્રસંગે જવાનું પણ ટાળ્યું હતું. તેણે આ સફળતા મેળવવા માટે ઘણી બધી બાબતો પર કોમ્પ્રોમાઈઝ કર્યું હતું. તે મોબાઈલ જેવા આધુનિક ઉપકરણોથી પણ દૂર રહ્યો હતો. તેણે ૧૦મામાં ઊંચા ટકા મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું હતું.

કડીવાલા આતિફા મોહમ્મદ આસિફ

ટકા : ૯૦.૧૭ પર્સેન્ટાઈલ : ૯૯.૧૭
પિતા : મોહમ્મદ આસિફ વ્યવસાય : સબમર્સીબલ પંપના કારીગર
માતા : મિસ્બા વ્યવસાય : ગૃહિણી
પિતાનો અભ્યાસ : ધો.૯ પાસ માતાનો અભ્યાસ ધો.૧૧ પાસ
કયા ક્ષેત્રે આગળ વધશે : સાયન્સ લઈને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનવા
વિશેષ : આતિફાએ ધો.૧૦માં ૯૦.૧૭ ટકા મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આતિફાના પિતા સબમર્સીબલ પંપના કારીગર છે અને તેમની આવક પણ ખૂબ જ ઓછી છે તે છતાં પણ પોતાના મક્કમ મનોબળ અને ધો.૧૦માં સારા અને સૌથી વધુ માર્ક્સ મેળવીને ત્યારબાદ ડૉક્ટર બની લોકોની સેવા કરવાનું સ્વપ્ન સેવતી આતિફાએ ઝળહળતી સફળતા મેળવી છે. તેણે મક્કમ નિર્ણયથી રોજના ૭થી ૮ કલાક વાંચન કરીને ૯૦.૧૭ ટકા મેળવ્યા છે અને તેણે મોબાઈલનો પણ ઉપયોગ ટાળ્યો હતો જેના કારણે તેનું ધ્યાન પણ કોઈ બીજી બાબતોમાં દોરવાયું નહોતું અને તેણે અથાગ મહેનત કરી ઝળહળતી સફળતા મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આટલું સારું પરિણામ આવવાથી પરિવારના સભ્યો પણ ખૂબ જ ખુશ છે.

મોહમ્મદ ફૈઝાન ફારૂક શેખ બાવાણી


ટકા ૯૧.૧૭ પર્સેન્ટાઈલ : ૯૯.૩૯
પિતા : ફારૂક શેખ વ્યવસાય : રિક્ષા ડ્રાઈવર
માતા : શમીમબાનુ વ્યવસાય : ગૃહિણી
પિતાનો અભ્યાસ :૧ર પાસ માતાનો અભ્યાસ : ૧૦ પાસ
કયા ક્ષેત્રે આગળ વધશે : સાયન્સ લઈ મેડિકલ ક્ષેત્રે
વિશેષ : રિક્ષા ડ્રાઈવરનો પુત્ર મોહમ્મદ ફૈઝાન જે ધો.૧૦માં ૯૧.૧૭ ટકા મેળવી ઉત્તીર્ણ થયો છે જેણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા દિવસના ૮થી ૧૦ કલાકની સખ્ત મહેનત કરીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. તેના પિતાની વાર્ષિક આવક પણ ખૂબ જ ઓછી છે. તેમને જોઈને અને પોતે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવી પિતાને મદદરૂપ થવું છે અને પોતાનું સ્વપ્ન સાકાર કરવા તેણે અથાગ મહેનત કરી છે. ૯૧.૧૭ ટકા મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે.

વ્હોરા સુઝાન નબીભાઈ

ટકા : ૯૧.૧૬ પર્સેન્ટાઈલ ૯૯.૩૯
પિતા : નબીભાઈ વ્યવસાય : ચાની કીટલી
માતા : રશીદાબેન વ્યવસાય : ગૃહિણી
પિતાનો અભ્યાસ : ૧૦ પાસ માતાનો અભ્યાસ : ૧૦ પાસ
કયા ક્ષેત્રે આગળ વધશે : મેડિકલ ક્ષેત્રે આગળ વધી પોતાની કારકિર્દી બનાવશે
વિશેષ : સુઝાને ધો.૧૦માં ૯૧.૧૬ ટકા મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સુઝાનના પિતા ચાની કીટલી ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. સુઝાને પોતાનું ધાર્યું પરિણામ ૯૦થી વધુ લાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા અથાગ મહેનત કરી છે. તેણે દિવસના ૮થી ૧૦ કલાક મહેનત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. તેણે ધ્યેય પ્રાપ્ત કરવા મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોનો ત્યાગ કર્યો હતો તે મેડિકલ ક્ષેત્રે આગળ વધી સમાજની સેવા કરવા માંગે છે.