સુરેન્દ્રગનર, તા.રર
આજથી સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપોના તમામ કર્મચારી ષ્ઠઙ્મ પર ઉતરી ગયા.
સમગ્ર ગુજરાતના એસટી ડેપોના ૪૦ હજારથી વધુ કર્મચારીઓ પડતર પ્રશ્નો અને અનેક માગણીઓ સાથે રજા ઉપર ઉતરી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૫૦૦થી વધુ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સદંતર એસટી ડેપો બંધ છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર ડેપોની તમામ રૂટોની બસો બંધ છે.
એસટી કર્મચારીઓ દ્વારા ૨ દિવસના ધરણાં કરવા છતા કોઈ નિર્ણયના આવતા ગુજરાત ભરના તમામ એસટી બસના કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. ત્યારે આ કર્મચારીઓની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ અને કર્મચારીઓ રજા ઉપર રહેશે તેવી હાલ વિગત જાણવા મળી રહી છે.
માત્ર ધ્રાગધ્રા ડેપોની જો વાત કરીએ તો ધ્રાગધ્રા એસ.ટી. ડેપોની ૪૨ સરકારી બસોના પૈડાં થંભી જતા ૨૧૩ જેટલી ટ્રીપો કેન્સલ કરવાથી વિદ્યાર્થી સહિત ૯૦૦૦ જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા સાથે માત્ર ધ્રાગધ્રા એસ.ટી. ડેપોમાં દરરોજ થતી સરકારી આવક ૩.૫૦ લાખનું નુકસાન સરકારને ભોગવવુ પડ્યું છે. આશરે ૨૦૦થી વધુ કર્મચારીઓ આજના દિવસે હડતાળમાં જોડાયા હતા.