કભી જો આવારા-એ જુનૂન થે
વો બસ્તીંયો મેં ફિર આ બસેંગે
બરહના પાયી વોહી રહેગી,
મગર નયા ખાર ઝાર હોગા
– અલ્લામા ઈકબાલ
મેક્સિકોના જંગલોમાં ઓયમેલ નામના વૃક્ષની ડાળખીઓ ઉપર મોટી સંખ્યામાં આ સુંદર પતંગિયાઓ આવીને બેઠા હતા. તે સમયની આ પ્રથમ તસવીર મનમોહક છે. પરંતુ વસંતઋતુ દરમ્યાન દક્ષિણ તરફ સ્થળાંતર કરતાં પહેલા તેઓ પરસ્પરની જોડીઓ પસંદ કરી ગૃહસ્થ જીવન માણી લે છે.
વેરાન સહેલ પ્રદેશમાં માલી હાથીઓએ સતત પ્રવાસ ખેડવાની સાથે ખોરાક અને પાણીની શોધમાં અહીંતહીં ભટકવું પડે છે. ૩૦૦ માઈલની વાર્ષિક લાંબી અને મુશ્કેલ સફર માટે આ હાથીઓ જાણીતા છે. જ્યારે વાતાવરણ વધુ અસ્થિર બને છે અને માનવીઓની ખોરાક અને પાણીની માંગ વધી જાય છે ત્યારે આ રણમાં અસ્થાયી વસવાટ કરનાર હાથીઓ વધુ અનિશ્ચિતતાનો સામનો કરે છે.