કભી જો આવારા-એ જુનૂન થે
વો બસ્તીંયો મેં ફિર આ બસેંગે
બરહના પાયી વોહી રહેગી,
મગર નયા ખાર ઝાર હોગા
– અલ્લામા ઈકબાલ

અહીં પ્રસ્તુત તસવીરો અને ડો.અલ્લામા ઈકબાલ સાહેબની કવિતાની બે સુંદર પંક્તિઓ તમામ ભાવો વ્યક્ત કરી જાય છે. આ અદ્‌ભુત તસવીરો સાથે ખૂબ જ બંધ બેસતી અલ્લામા ઈકબાલની કવિતાની પંક્તિઓ આપણા મનમાનસ પર પણ વિચારોની બે-ચાર પંક્તિઓ કંડારી જાય તો નવાઈ નહીં.
પ્રથમ તસવીરમાં દેખાતાં મેદાનોમાં રહેતા ઝિબ્રા સામાન્ય રીતે જંગલી પશુઓના ટોળા વચ્ચે રહેતા હોય છે. જો આ ટોળામાંથી એક પણ ઝિબ્રા વિખૂટું પડી જાય તો તેના માથે કોઈ શિકારી પશુનું ભોજન બનવાનું જોખમ તોળાય છે.
બીજી તસવીર ર૦૧૪ના સીરિયાના પેલેસ્ટીની યારમોક શરણાર્થી કેમ્પની છે. હજુ પણ ત્યાંની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. પેલેસ્ટીની-સીરિયનો માટેના આશ્રયસ્થાન માટેની અરજીઓની પ્રક્રિયા અલગ અલગ કરવામાં આવે છે અને આ પ્રક્રિયાઓ ઘણી લાંબી ચાલે છે.