કભી જો આવારા-એ જુનૂન થે
વો બસ્તીંયો મેં ફિર આ બસેંગે
બરહના પાયી વોહી રહેગી,
મગર નયા ખાર ઝાર હોગા
– અલ્લામા ઈકબાલ
અહીં પ્રસ્તુત તસવીરો અને ડો.અલ્લામા ઈકબાલ સાહેબની કવિતાની બે સુંદર પંક્તિઓ તમામ ભાવો વ્યક્ત કરી જાય છે. આ અદ્‌ભુત તસવીરો સાથે ખૂબ જ બંધ બેસતી અલ્લામા ઈકબાલની કવિતાની પંક્તિઓ આપણા મનમાનસ પર પણ વિચારોની બે-ચાર પંક્તિઓ કંડારી જાય તો નવાઈ નહીં.
પ્રથમ તસવીરમાં દેખાતી આર્મી એન્ટ તરીકે ઓળખાતા આ કીડીઓ એવી ગહન સહજવૃત્તિથી આગળ વધે છે કે પ લાખથી લઈને ર૦ લાખ જેટલી આર્મી એન્ટ વચ્ચે એટલો જબરદસ્ત સુમેળ હોય છે કે તેઓ એવી રીતે કાર્ય કરે છે જાણે કે તે કોઈ એક જ જીવતંત્રના જીવકોષ હોય.
બીજી તસવીરમાં દેખાતા શિયાળા પછી ફોકલેન્ડથી દક્ષિણ આફ્રિકા સુધી બ્લેક-બ્રોડ અલ્બે ટ્રોસ નામના આ પક્ષીઓ પોતાની જાતે જ વસાહતો ઊભી કરે છે અને આ પક્ષીઓ પોતાની પસંદગીના પાત્ર સાથે યુગલ બનાવે છે અને એકબીજાની ડોક પર રહેલા પીંછાંને પંપાળીને તેમની માવજત કરે છે. પક્ષીઓને જીવજંતુઓનું સાંમજસ્ય સૌથી બુદ્ધિશાળી મનાતી માનવજાતને પણ અચંબિત કરી દે છે.