Blog

સ્થળાંતર

  

કભી જો આવારા-એ જુનૂન થે
વો બસ્તીંયો મેં ફિર આ બસેંગે
બરહના પાયી વોહી રહેગી,
મગર નયા ખાર ઝાર હોગા
– અલ્લામા ઈકબાલ

અહીં પ્રસ્તુત તસવીરો અને ડો.અલ્લામા ઈકબાલ સાહેબની કવિતાની બે સુંદર પંક્તિઓ તમામ ભાવો વ્યક્ત કરી જાય છે. આ અદ્‌ભુત તસવીરો સાથે ખૂબ જ બંધ બેસતી અલ્લામા ઈકબાલની કવિતાની પંક્તિઓ આપણા મનમાનસ પર પણ વિચારોની બે-ચાર પંક્તિઓ કંડારી જાય તો નવાઈ નહીં.
શિયાળા અને બ્રીડિંગ સિઝન વચ્ચે વર્ષમાં બે વખત પ્રવાસ ખેડતા સફેદ પેલિકન્સનું આ વિશાળ ટોળું મિસિસિપી ફ્લાયવે પાસેથી દરરોજ પસાર થાય છે ત્યારે આ અદ્‌ભુત નજારાને કેમેરામાં કેદ કરવાની તક તસવીરકારે ઝડપી લીધી હતી. જે પ્રથમ તસવીરમાં દેખાય છે.
બીજી તસવીરમાં દક્ષિણ સુદાનના મેદાનોમાં મોટી સંખ્યામાં જોવા મળતાં વ્હાઈટ ઈયર્ડ કોબ એકસાથે દોડી રહ્યા હતા ત્યારે એવું દૃશ્ય સર્જાયું હતું કે, જાણે તેમના વચ્ચે કોઈ દોડની સ્પર્ધા ચાલી રહી હોય.