(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૨૦
ડીસાના સુંદરમ બંગ્લોઝમાં રહેતો ૧૬ વર્ષીય સોલંકી કેતુલ અરૂણભાઇ શહેરની આદર્શ શાળામાં ધોરણ ૧૧મા અભ્યાસ કરે છે. ગુરૂવારે તેની શાળાના શિક્ષકે તેને માર માર્યો હોવાના આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થી કેતુલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુરૂવારે તેના સહાધ્યાયી સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા તેના સહાધ્યાયીએ આ અંગે મોનિટરને જાણ કરી હતી. બાદમાં મોનિટરે આ અંગે શાળાના શિક્ષક નટુભાઈ જોશીને વાત કરી હતી અને નટુ ભાઈ જોશીએ તેને માર માર્યો હતો.અને અન્ય શિક્ષકે તેને માફીપત્ર લખાવા દબાણ કર્યું હતું. હંમેશા વિવાદોમાં રહેતી આદર્શ હાઈસ્કૂલના આચાર્યએ આજરોજ શાળાના વિદ્યાર્થીને લાફો તથા શરીરના ભાગે માર મારતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ બનવા પામ્યો હતો. શિક્ષકના મારનો ભોગ બનેલ વિદ્યાર્થીને ડીસા સિવિલમાં ખસેડાયાનું જાણવા મળે છે.
આ બનાવ અંગે શિક્ષક નટુભાઈ જોશીએ જણાવ્યું હતું કે, માર મારવાનો કોઈ બનાવ નથી બન્યો . વિદ્યાર્થી અંદર અંદર વાતચીતને લઈ મોનિટરને રજુઆત કરી હતી.જે અનુસંધાને વિધાર્થીને સામાન્ય ઠપકો આપવામાં આવ્યો હતો.આ અંગે વિધાર્થીના વાલીને પણ બોલાવ્યા હતા.
ડીસાના આદર્શ શાળાના વિદ્યાર્થીને માર મારતા સિવિલમાં ખસેડાયો

Recent Comments