મોડાસા, તા.રપ
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામની ખાનગી શાળાના લંપટ શિક્ષકે ધોરણ-૯ ની બાળાની ટ્યૂશન ક્લાસમાં છેડતી કરતા ધનસુરા તાલુકાના વડાગામ ગામે એક ખાનગી શાળાના શિક્ષક દ્વારા ચલાવતા ટ્યૂશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જતી ધોરણ-૯ની બાળા પર શિક્ષકે નજર બગાડતા અને હવસ સવાર થઈ હોય તેમ શિક્ષકના ગુણધર્મો અને ફરજભૂલી લંપટ બનેલા શિક્ષકે હદ વટાવતા છેડતી કરતા વિદ્યાર્થીની ગુમસુમ બની હતી અને શિક્ષકની ખરાબ નજરને પારખી વિદ્યાર્થિની ટ્યૂશનમાંથી બહાર નીકળી ગઈ હતી અને શિક્ષક દ્વારા કરવામાં આવેલી લંપટાઈ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો શાળામાં દોડી ગયા હતા સમગ્ર ઘટના વાયુવેગે પ્રસરતા શાળામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શિક્ષકે છેડતી કરી હોવાની જાણ ટ્રસ્ટીને થતા તાબડતોડ શાળામાં દોડી આવી છેડતી કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો સમગ્ર ઘટનાની જાણ ધનસુરા પોલર્થને થતા તાબડતોબ શાળામાં દોડી આવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકો સાથે સમજાવટપૂર્વક કામ લીધું હતું શાળાના હેવાન શિક્ષક સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.