(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
૧૭મી ડિસેમ્બરે એએમયુની મુલાકાત દરમિયાન ખૂબ જ કડવું અનુભવ થયું. અહીં પોલીસ દ્વારા આચરાયેલ દમન જામિયા કરતાં પણ ટળી ગયું હતું. કોઈપણ કેમ્પસમાં મેં વિદ્યાર્થીઓની આવી ઈજાઓ જોઈ નથી. ૧૩ હજાર વિદ્યાર્થીઓને બળજબરીથી એક જ દિવસમાં કેમ્પસ ખાલી કરવાના આદેશો અપાયા. યુનિ.ના સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને એમના હાલ ઉપર છોડી દીધા. આ ટ્‌વીટ એએમયુની મુલાકાત પછી એક્ટિવિસ્ટ અને પૂર્વ અધિકારી પૂર્વ અધિકારી હર્ષ મંદરે કર્યું હતું. એએમયુમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલાઓના સમાચારો સતત બહાર આવી રહ્યા છે. એવામાં એએમયુ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ મસ્કુર ઉસ્માનીએ એક ફોટો મૂકયો છે જેમાં વિદ્યાર્થી ઘવાયેલ પડયું છે જેની સંભાળ લેવાવાળો કોઈ નથી. દરમિયાનમાં ૧૦ હજારથી વધુ શિક્ષણવિદોએ વિદ્યાર્થીઓ સાથે સમર્થન અને સહાનુભૂતિ દર્શાવતા પત્રમાં સહી કરી છે. સમાજ શાસ્ત્રી નંદિની સુંદરે પણ એએમયુના વિદ્યાર્થીઓ સાથે સમર્થન અને સહાનુભૂતિ દર્શાવી છે. એમણે લખ્યું છે કે હું હમણાં જ એએમયુ, અલીગઢમાંથી આવી છું. ગંભીર ઈજાઓ સાથે બે વિદ્યાર્થીઓ આઈસીયુમાં છે, ગ્રેનેડથી દાઝેલ બે વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છે. ઓછામાં ઓછા ૭૦ વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ છે પણ એમણે જણાવી નથી. એમને ભય છે કે, જો જણાવીશું તો ભવિષ્યમાં અમને લક્ષ્ય કરાશે. પોલીસે ૧પમી તારીખે ર૬ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. પોલીસે કસ્ટડીમાં એમને મૂઢ માર માર્યો હતો. એ સાથે કોમી ટિપ્પણીઓ પણ કરતા હતા. હોસ્ટેલ રૂમને સેલ દ્વારા નુકસાન પહોંચાડાયો હતો જે વિદ્યાર્થીઓ પોતાના રૂમમાં હતા એમને ઢસડીને બહાર કાઢવામાં આવ્યા અને પછી ધરપકડ કરાઈ હતી. વિદ્યાર્થીઓને મૌખિક રીતે હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું હતું. લેખિત આદેશમાં જણાવ્યું હતું કે, ફકત રેસીડેન્ટ ડૉક્ટરો અને ઈન્ટર્ન વિદ્યાર્થીઓ રૂમો રાખી શકશે. અમે બે વિદ્યાર્થીઓને મળ્યા હતા જેમાં એક કાશ્મીરનો અને બીજો આસામનો હતો. એમણે કહ્યું કે, અમે પાછા જઈ શકતા નથી એ માટે અન્ય સ્થળે રૂમ જોઈ રહ્યા છીએ. યુનિ.ના વહીવટી વિભાગે વિદ્યાર્થીઓને મૂકવા માટે બસોની વ્યવસ્થા કરી હતી પણ ૯પ ટકા વિદ્યાર્થીઓ જતા રહ્યા છે જેથી ઈન્ટરનેટ સેવા કેમ બંધ કરાઈ છે એ સમજાતું નથી.