(એજન્સી) તા.૧૯
હફિંગ્ટન પોસ્ટ ઇન્ડિયા સાથેની મુલાકાતના બીજા ભાગમાં રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતની ઘેરી આર્થિક મંદીથી લઇને અયોધ્યા મુદ્દે સુપ્રીમકોર્ટના ચુકાદા અને તેની અનુવર્તી અસરો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
RSS અને વિશ્વ હિંદુ પરિષદ જેવા જમણેરી પાંખના સંગઠનોના એક સમયના આલોચક રહેલા સ્વામી હવે છેલ્લા એક દાયકાથી હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રવાદના હિમાયતી તરીકે ઊભરી આવ્યાં છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે અયોધ્યામાં વિજયના સાથે હિંદુત્વ એજન્ડાનો અંત આવી જતો નથી. તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટે જ્યાં એક વખત બાબરી મસ્જિદનું અસ્તિત્વ હતું તે જમીન હિંદુઓને આપવા આદેશ કર્યો છે તેનો અર્થ એ થાય છે કે ભારતે પોતાની ઐતિહાસિક વિરાસત પુનઃ પ્રાપ્ત કરી છે.
જો કે તેમણે ઉમેર્યુ હતું કે અહીં આ મામલાનો અંત આવી જતો નથી. હિંદુત્વના દ્રષ્ટિકોણથી સુબ્રમણ્યમ સ્વામીના જણાવ્યા પ્રમાણે જ્યારે મથુરા અને વારાણસીમાં મંદિરોનું પુનઃ સ્થાપન થશે ત્યારે જ હિૅદુઓની આશાઓ અને સપનાઓ સાકાર થશે.૧૯૯૨માં જ્યારે બાબરી મસ્જિદ શહીદ થઈ ત્યારે નરસિંહરાવ સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહેલા સ્વામીએ ધાર્મિક સ્થળોના સ્વરુપને બદલવા સામે રક્ષણ આપતા કાયદો સુધારવા માટેના પોતાના પ્લાન અંગે વાત કરી હતી.
ડો.સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટે ધાર્મિક સ્થળ કાયદા ૧૯૯૧નો અમલ કર્યો છે પરંતુ તે પ્રાર્થના કરવાના મૂળભૂત અધિકારને સુપરસીડ કરી શકે નહીં. આથી આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા હું સુધારો લાવીશ. જેમ રામ મંદિર માટે કાયદામાં સુધારો કર્યો તેમ તમે અન્ય બે મંદિરો માટે પણ કાયદો સુધારો કારણ કે તેમાં મૂળભૂત અધિકારો સંકળાયેલા છે. આ માટે હું સંસદમાં પણ પ્રયાસ કરીશ.
જ્યારે સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે ભારતીય મુસ્લિમોને વિદેશી તરીકે જોવા માટે તમે કેમ આગ્રહ રાખો છો ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું આવો આગ્રહ રાખતો નથી. મેં એવું જણાવ્યું છે કે જો તેઓ સમંત થાય કે તેમના પૂર્વજો હિંદુઓ હતા તો પછી તેઓ મારા પરિવારના ભાગ ગણાશે. મેં તમને ગયા વખતે પણ કહ્યું હતું કે મારા જમાઇ મુસ્લિમ છે. તેઓ એક અગ્રણી રાજદૂત હતા, વિદેશી સચિવ હતા. તે તમને કહેશે કે મેં તેમના પ્રત્યે કોઇ પૂર્વગ્રહ રાખ્યો નથી.
અયોધ્યા કેસમાં વિજય સાથે હિંદુત્વ એજન્ડા સમાપ્ત થતો નથી : સુબ્રમણ્યમ સ્વામી

Recent Comments