અમદાવાદ,તા.૬
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યામિક શાળઓમાં જૂન ર૦૧૮થી ધોરણ ૯ અને ધો.૧૧ સાયન્સમાં એનસીઈઆરટીના પાઠયપુસ્તકોનો અમલ કરાયો હતો. જેથી શૈક્ષણિક વર્ષ ધો.૧૦ અને ૧ર વિજ્ઞાન પ્રવાહમાં પણ આજ રીતે પાઠયપુસ્તકોનો અમલ થતો હોવાથી સરકારે ધો.૯થી ૧રની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કર્યા છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૯માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અંગ્રેજી પ્રથમ ભાષા અને ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન, ગણિત, અંગ્રેજી પ્રથમ ભાષામાં એનસીઈઆરટીના પુસ્તકોનો અમલ કરાયો છે. જેથી સરકારે ધો.૯થી ૧રની પરીક્ષામાં મહત્વના ફેરફાર કર્યા છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ફેરફાર કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. જેમાં ધોરણ ૯માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ અને ધોરણ ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ટકા ગુણ હેતુલક્ષી પ્રશ્નોના રહેશે. તથા પરીક્ષા પદ્ધતિમાં આ પ્રમાણેના ફેરફારના કારણે વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્યનો વિકાસ થશે. જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે તે માટે આ ફેરફાર કરી નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને રાજયમાં અમલ કરવામાં આવ્યા છે. બદલાયેલા પાઠ્યક્રમના લીધે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૦૧૮થી ધોરણ ૧થી ૯માં પ્રથમ કસોટીના ૫૦ ગુણ, બીજી કસોટીના ૫૦ ગુણ અને વાર્ષિક પરીક્ષાના ૮૦ ગુણ રહેશે. હેતુલક્ષી પ્રશ્નો, નિબંધ લક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. વર્ષ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓ અને આંતરિક મુલ્યાંકનના કુલ ૨૦૦ ગુણના ૫૦ ગુણમાંથી વાર્ષિક મુલ્યાંકન કરવાનું ૧૦૦ ગણતરી કરીને રહેશે. વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ગુણ મેળવવાના રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૯માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મૂલ્યાંકનના રહેશે જે ૨૦ ગુણના રહેશે.
રાજ્ય સરકારે ધો.૯થી ૧રની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના સુધારા કર્યાં

Recent Comments