(સંવાદદાતા દ્વારા)
સુરત, તા. ૧૩
તા.૧લી સપ્ટેમ્બરથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત – જિલ્લાની મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
તા.૧-૧-૨૦૧૯ની લાયકાતની તારીખે ૧૮ વર્ષની ઉંમર પુરી કરી હોય તેવા યુવાવર્ગને મતદાર યાદીમાં પ્રથમવાર નામ નોંધણી કરાવી લેવાનો અનુરોધ જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી સી.પી.પટેલે કોઈ જગ્યાએ નવી સોસાયટીઓ, નવા કોમ્પલેક્ષનું નિર્માણ થયું હોય ત્યાં વસવાટ કરતા નાગરિકો નજીકના સ્થળે જઈને નામ ચેક કરાવી લેવાની હિમાયત કરી હતી. ગત વર્ષ કરતા આ વર્ષે ૮૦ જેટલા મતદાન મથકોનો ઉમેરો થઈને ૪૪૭૭ જેટલા મતદાન મથકો થયા હોવાની વિગતો તેમણે આપી હતી. મતદાર યાદી સુધારણા હેઠળ તા.૦૧/૯/૧૮થી તા.૧૫/૧૦/૧૮ દરમિયાન કોઈ પણ મતદાર મતદાર યાદીમાં નામ નોંધણી, નામ, સરનામા, ફોટોમાં ફેરફાર કે સુધારા, લગ્ન કે મરણ સહિતના કારણોસર નામ કમી કરાવવા જેવા કામો કરાવી શકાશે. ઉપરાંત લોકોને મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારવા રવિવારીય ઝુંબેશના ભાગરૂપે તા.૧૬/૯/૧૮, ૩૦/૯/૧૮ તથા તા.૧૪/૧૦/૧૮ રવિવારના ખાસ ઝૂંબેશના દિવસોએ નજીકના મતદાન મથક ખાતે બી.એલ.ઓ. સવારે ૧૦.૦૦ થી સાંજે ૫ કલાક સુધી મતદાર યાદીમાં નામ છે કે નહી તે માટે ઓનલાઈન વેબસાઈટ ુુુ.ર્ષ્ઠી.ખ્તેટ્ઠદ્ઘટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ તથા કચેરીના કામકાજના દિવસો દરમિયાન ૧૯૫૦ હેલ્પલાઈન ઉપર અથવા એસ.એમ.એસ દ્વારા વોટર આઈડી નંબર/૮૫૧૧૧૯૯૮૯૯ પરથી જાણી શકાશે. આ ઝુંબેશનો જાહેર જનતાએ બહોળો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી સી.પી.પટેલે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યુ હતું કે, કોલેજ કક્ષાએ કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરવામાં આવી છે. જેથી યુવાનો એમ્બેસેડર મારફતે પણ અરજીઓ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૦૦ પહેલા જન્મેલો કોઈ પણ નાગરિક ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.