(એજન્સી) નવી દિલ્હી, તા.૬
બિહારના ચકચારભર્યા સૃજન ગોટાળામાં નવો વળાંક આવ્યો છે. જેમાં વિપક્ષોએ મુખ્યમંત્રીઅ નીતિશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીનું નામ જોડે છે. ઈન્કમટેક્સ વિભાગે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની બહેન રેખાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ હાજર હતી.
પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે આરોપ મૂક્યો છે કે, કરોડો રૂપિયાની સરકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવનાર એનજીઓ દ્વારા થયેલા ગોટાળામાં સુશીલ મોદીનો પરિવાર સામેલ છે. જે ફંડ કલ્યાણ યોજનાઓ માટે હતું તેનો દુરૂપયોગ કરાયો હતો. આ કૌભાંડની નીતિશકુમાર અને સુશીલ મોદીને જાણ હોવા છતાં સીબીઆઈએ શા માટે તેમની સામે હજુ કેસ દાખલ કર્યો નથી ? સુશીલ મોદીના બહેન રેખા મોદી અને ભત્રીજી ઉર્વશી મોદીએ સૃજન ગોટાળામાં કરોડો રૂપિયા મેળવ્યા છે. બેંકના સ્ટેટમેન્ટમાં તે પુરવાર થાય છે. તેજસ્વી યાદવે મહિલા વિકાસ સહયોગ સમિતિ લી.ના ભાગલપુરમાં ઈન્ડિયન બેંકના ખાતામાંથી ઉર્વશી મોદી અને રેખા મોદીની લેવડ-દેવડ બતાવી હતી. સુશીલ મોદી અને નીતિશકુમાર રપ૦૦ કરોડના ગોટાળામાં સીધા સામેલ છે. પરંતુ સીબીઆઈ તેમની પૂછપરછ કે નામ લેતી નથી શા માટે ? રિઝર્વ બેંકે ર૦૧૩માં બિહાર સરકારને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે, રપ૦૦ કરોડની લેવડ-દેવડ અંગે મુખ્યમંત્રી નીતિશકુમાર અને સુશીલ મોદી ચૂપ રહ્યા હતા. શા માટે રિઝર્વ બેંકની ફરિયાદ બાદ પણ મુખ્યમંત્રી અને ડે.મુખ્યમંત્રીએ કોઈ કાર્યવાહી કરી નહીં ? હવે સુશીલ મોદીની બહેન માટે કઠોર દિવસો જોવાઈ રહ્યા છે.