જામનગરમાં સૂકો-ભીનો કચરો વર્ગીકૃત કરીને એકત્રિત કરવા રેગ પીકર્સ નિમાશે

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૯
જામનગર શહેરની મુલાકાતે આવનાર કોઈપણ નાગરિકને સેનીટેશનની સુવિધા અંગેની માહિતી પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા ગુગલ મેપમાં ૧૧૯ લોકેશન લેન્ડ પાર્ક જોઈ શકાશે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર આર.બી. બારડે જણાવ્યું હતું કે, શહેરમાં સો ટકા ડોર ટુુ ડોર કામગીરી થઈ રહી છે. જીપીએલ સિસ્ટમથી તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં દિવસમાં એક વખત અને વાણિજ્ય વિસ્તારમાં બે વખત સફાઈ કરવામાં આવે છે. કોમર્શિયલ વિસ્તારમાં પ૦૦ જેટલા ૮૦ લીટરના બીન્સ મૂકવામાં આવનાર છે. હાલમાં દરેડમાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટનો દસ મે.ટન જેટલો ભીનો કચરો પ્રોસેસ કરવામાં આવે છે. શહેરમાં તમામ ૧૬ વોર્ડમાંથી છ વોર્ડમાં કચરો વર્ગીકૃત કરવાની કામગીરી કરવામાં આવે છે. ભીનો-સૂકો કચરો અલગ સંગ્રહ કરવા વાહનમાં અલગ પાર્ટીશન કરવામાં આવ્યા પછી ટૂંક સમયમાં જ શહેરમાં સૂકો, ભીનો કચરો અલગ-અલગ સંગ્રહ કરવામાં આવશે. અને તેનું પ્રોસેસીંગ કરવામાં આવશે. ૩૦ મે. ટન કેપેસીટીનું મટીરીયલ રીક્વરી ફેસેલીટી સેન્ટર સ્થાપિત કરવામાં આવનાર છે. આ માટે કચરો વીણનારા રેગ પીકર્સને નિયુક્ત કરવામાં આવશે. શહેરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું બાંધકામ શરૃ કરવામાં આવ્યું છે. ગુલાબનગર ડમ્પીંગ સાઈટનું રેમીડીએશન કામગીરી હાથ ધરવામાં આવશે. સફાઈ માટે સીધી ફરિયાદ થઈ શકે છે. તે માટે ભારત સરકારે એપ બનાવી છે જેના થકી લોકો ફરિયાદ કરી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts