National

પ્રજ્ઞા ઠાકુર માટે ઉમા ભારતીથી નારાજ થયું સંઘ સુમિત્રા મહાજન પાસે પણ અપાવ્યું નિવેદન

(એજન્સી) તા.૬
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકથી ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. પ્રજ્ઞાની હરીફાઈ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સાથે છે. પ્રજ્ઞાના ચૂંટણી પ્રચારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ પણ લાગેલું છે. પ્રજ્ઞાના ચૂંટણી અભિયાનનું મુખ્યાલય પણ વીએચપીની ઓફિસમાં જ છે. પ્રજ્ઞાએ હાલમાં જ શહીદ મહારાષ્ટ્ર એટીએસ ચીફ હેમંત કરકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભાજપનો એક મોટો વર્ગ આ નિવેદનથી નાખુશ હતો. ત્યાં તેનાથી વિરૂદ્ધ વિશ્વ હિન્દુ પરિષદને લાગે છે કે, તેની માટે સંગઠનને બેકફૂટ પર જવા અથવા પ્રજ્ઞાથી કોઈ પ્રકારની માફીની અપેક્ષા રાખવાની જરૂરત નથી.
એવા સમાચાર આવી રહ્યા હતા કે, ભોપાલની બેઠક પર તેમના સ્થાને પ્રજ્ઞાને ઉતારવા અંગે ઉમા ભારતી ખૂબ જ નાખુશ છે. રાજકીય જાણકારોનું માનીએ તો ઉમા ભારતી વ્યક્તિ તરીકે પ્રજ્ઞાની સરખામણીએ વધુ શક્તિશાળી છે. ઉમા ભારતી ઘણા લાંબા સમયથી પાર્ટીનો હિન્દુત્વવાદી ચહેરો રહી છે. ઓબીસી લોધ સમુદાય સાથે સંબંધ ધરાવનાર ઉમા ભાજપ માટે અનેક ચૂંટણી જીત પણ ચૂકી છે. તેમાં ભોપાલ બેઠક પણ સામેલ છે. પ્રજ્ઞાને ટિકિટ આપવાની વિરૂદ્ધ ઉમા ભારતીએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. ઉમાએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞા ખૂબ જ મહાન સાધ્વી છે, જ્યારે તે એક ‘મૂર્ખ’ માણસ છે.
જો કે આ સ્પષ્ટ છે કે, સંઘ પરિવારમાં ટોચના પદો પર હાજર કોઈપણ વ્યક્તિને ઉમા ભારતીની આ વાત ગમી નહતી, જે માટે તેમને ઠપકો આપવામાં આવ્યો. ત્યારબાદ ઉમાના વલણમાં પરિવર્તન આવ્યું. તેમણે પ્રજ્ઞા ઠાકુર સાથે મુલાકાત કરી અને તેમને પગે લાગ્યા. ત્યાં પ્રજ્ઞાના સમર્થનમાં બીજા કેટલાક મોટા નેતા સામે આવ્યા. સુમિત્રા મહાજનને સામાન્ય રીતે ખૂબ જ સમજી વિચારીને નિવેદન આપવા માટે ઓળખવામાં આવે છે. એવું લાગે છે કે, જાણે સુમિત્રા અને પૂનમ મહાજનને પ્રજ્ઞાની ટિપ્પણીને યોગ્ય ગણાવવાનું કહેવામાં આવ્યું હોય. જણાવી દઈએ કે, વિશ્વ હિન્દુ પરિષદ પોતાના હિન્દુત્વવાદી ફોક્સ કરી રહ્યું છે. ભોપાલ ઉપરાંત બિહારની બેગુસરાય અને કેરળની પથનમથિટ્ટા બેઠકો છે. બેગુસરાયમાં ભાજપના ગિરીરાજસિંહની સામે કનૈયાકુમાર છે. ત્યાં પથનમથિટ્ટામાં સબરીમાલા મંદિર સ્થિત છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.