(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સુપ્રીમકોર્ટે પ.બંગાળની પંચાયત ચૂંટણીઓનું અવલોકન કરતાં નોંધ્યું કે પંચાયતની ચૂંટણીઓમાં હજારો બેઠકો બિનહરીફ વિજેતા જાહેર કરાતા અનુમાન કરી શકાય છે કે ચૂંટણીઓમાં ગેરરીતિઓ થઈ હશે. આ આંકડો આંચકા સમાન છે. ચૂંટણી પંચના ડેટાની માહિતીનું પૃથ્થકરણ કરતાં સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું કે અમુક સેંકડો બેઠકો બિનહરીફ હોઈ શકે પણ હજારો બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ કઈ રીતે ચૂંટાઈ શકે. આ આંકડાઓ આંચકા સમાન છે. સુપ્રીમકોર્ટના અવલોકનથી મમતા બેનરજીને મોટો આંચકો આપ્યો હતો. શાસક પક્ષ ટીએમસીએ પ.બંગાળની ગ્રામ પંચાયતની ૩૪ ટકા બેઠકો બિનહરીફ જીતી હતી. પ૮૬૯ર બેઠકોમાંથી ર૦૦૭૬ બેઠકો ટીએમસીએ બિનહરીફ જીતી હતી. ગ્રામપંચાયતની ૪૮૬પ૦ બેઠકોમાંથી ૧૬૮૧૪ બેઠકો જીતી હતી જ્યારે પંચાયત સમિતિની ૯ર૧૭ બેઠકોમાંથી ૩૦પ૯ બેઠકો બિનહરીફ જીતી હતી. ટીએમસીએ જે જિલ્લાઓમાં બિનહરીફ બેઠકો જીતી હતી એ જિલ્લાઓમાં બિરભૂમિ, બાંકુરા, મુર્શીદાબાદ અને દક્ષિણ ર૪ પરગના હતા.