(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કોંગ્રેસના સાંસદ રાજીવ સતવ એ સુપ્રીમ કોર્ટની સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે એ માગણી સાથે પ્રસ્તાવ મૂક્યો છે જેથી સમગ્ર પ્રક્રિયાની માહિતી જાહેર જનતાને મળી શકે.
ન્યાયિક પ્રક્રિયાની માહિતી મેળવવાનો અધિકાર ર૦૧૬ના બિલમાં જોગવાઈ કરાઈ છે કે બધી કોર્ટ કાર્યવાહીઓની રેકોર્ડિંગ કરી ઓનલાઈન મૂકવી જોઈએ. હાલમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહીની વિગતો જાહેર પોર્ટલ ઉપર લેખ સ્વરૂપે મુકાય છે. જો કે કોર્ટની પ્રક્રિયા અને દલીલો ખૂબ જ ગુંચવાયેલ હોય છે અને એના ચુકાદાઓ સામાન્ય વ્યક્તિ સમજી શકે નહિ. જેથી આ પ્રમાણે લેખના પ્રકારે મૂકેલ માહિતીને ઓડિયો-વીડિયો દ્વારા રેકોર્ડિંગ કરી મૂકાય તે લોકો સમજી શકે. જે કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે પણ મદદરૂપ થઈ પડે. આના દ્વારા લોકોના જ્ઞાનમાં પણ વધારો થાય અને લોકોનું ન્યાય પ્રત્યે આદર અને વિશ્વાસ પણ વધશે.
બિલની જોગવાઈઓ મુખ્ય કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે મસલતો કરી સુપ્રીમ કોર્ટ સચિવાલયનું પણ ગઠન કરી શકે છે. આ સચિવાલય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સરકારે નિમાયેલ અધિકારીઓની નિગરાની હેઠળ જ રહે જેથી બિલની જોગવાઈઓનો અસરકારક રીતે અમલ કરી શકાય. બિલની જોગવાઈઓ મુજબ બધી જ કોર્ટની પ્રક્રિયાઓની માહિતી વેબસાઈટ ઉપર મૂકવામાં આવે. જેમાં સંપૂર્ણ ડેટા સાથે ઓડિયો-વીડિયો કાર્યવાહીની રેકોર્ડિંગ પણ મૂકવામાં આવે. જેની સાથે કેસ નંબર, પક્ષકારોના નામ, જજનું નામ, સુનાવણીની તારીખ વગેરે માહિતી આપવામાં આવે.