(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
વડાપ્રધાન મોદી વ્યસ્ત હોવાથી અટકી પડેલા ગાજિયાબાદથી હરિયાણાના પલવલને જોડતા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેને નિશ્ચિત સમયે ખોલવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈવે ઓથોરિટીને કહ્યું કે પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટનનું ઈન્તેજાર કરવાની જરૂર નથી. તેથી ૧ જૂન સુધીમાં નવો હાઈવે ખોલી નાંખવો. તેમજ ૩૧ મે પહેલાં તેનું ઉદ્ઘાટન કરી દેવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. ન્યાયમૂર્તિ મદન લોકૂર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની ખંડપીઠે આ નિર્દેશ આપતાં સ્પષ્ટતા કરી છે કે જો ૩૧ મે પહેલાં ઉદ્ઘાટન થાય નહીં તો તેને જનતા માટે ખોલી દેવો. કારણ કે રાજધાની દિલ્હી પહેલેથી જ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ૧૩પ કિમી લાંબા એક્સપ્રેસ-વેનું ર૦ એપ્રિલના રોજ ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હજુ તેને ખોલાયો નથી જે આશ્ચર્યજનક છે. આ એક્સપ્રેસ-વે ગાજિયાબાદ, ફરીદાબાદ, ગૌતમ બુદ્ધનગર (ગ્રેટર નોઈડા) અને પલવલને જોડશે. હાઈવે ઓથોરિટીના વકીલે કોર્ટને જણાવ્યું કે, ર૯ એપ્રિલે વડાપ્રધાન એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરવાના હતા પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી થયું નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ર૦૦૬માં ઈસ્ટર્ન વેસ્ટર્ન એક્સપ્રેસ-વે નિર્માણની યોજના બનાવાઈ હતી. કારણ કે વાહનો રાજધાનીમાં પ્રવેશ ન કરે. જે દિલ્હી જતા નથી. હરિયાણા સરકારના વકીલે કોર્ટને જણાવ્યું કે, ૧૩પ કિમી લાંબા વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ૮૧ ટકા નિર્માણ થઈ ગયું છે. તેમજ બાકીનું કામ ૩૦ જૂન પહેલાં પૂરું કરવાની કંપનીઓએ ખાત્રી આપી છે. આ એક્સપ્રેસ-વે માનેસરના રસ્તેથી કુંડલી અને પલવલને જોડશે. તેનું નિર્માણ કાર્ય આગલાં વર્ષે ફેબ્રુઆરીમાં પૂરું થવાની ધારણા હતી પરંતુ સમય પહેલાં તે પૂરો થઈ ગયો. સુપ્રીમ કોર્ટે ર૦૦પમાં કેન્દ્રને કહ્યું હતું કે દિલ્હીની ચારેબાજુ જુલાઈ ર૦૧૬ સુધીમાં નવા એક્સપ્રેસ-વે નિર્માણ કરાય. જેથી રાજધાનીમાં વાહનોની ભીડ ઓછી થઈ શકે.
સુપ્રીમ કોર્ટનો નેશનલ હાઈવે ઓથોરિટીને નિર્દેશ, પ્રધાનમંત્રી પાસે ટાઈમ ન હોય તો ઉદ્ઘાટન માટે રાહ જોવાની જરૂર નથી

Recent Comments