નવી દિલ્હી, તા. ૮
પોલાવરમ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ભાજપ સરકાર પર ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પોલાવરમ મામલે જવાબ માગ્યો હતો પરંતુ સરકાર તેનો જવાબ અત્યારસુધી આપી શકી નહોતી જેના કારણે કોર્ટે સરકાર પર આ દંડ ફટકાર્યો હતો. અહેવાલો અનુસાર પોલાવરમ બંધ માટે થયેલા આંતરરાજ્ય કરારમાં અવિભાજિત આંધ્રપ્રદેશ (હાલ તેલંગાણા), અવિભાજિત મધ્યપ્રદેશ (હાલ છત્તીસગઢ) તથા ઓરિસ્સા સામેલ છે. આ પ્રોજેકટ દ્વારા રાજ્યોમાં સિંચાઇ, વીજળી પેદા કરવા ઉપરાંત કૃષ્ણા કછારમાં પાણી ભરવાનું કામ પુરૂ કરવાનું હતું. આ સાથે જ વીજળી પેદા કરવી તથા સિંચાઇનું કામ થવાનું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત દોરલા નામના આદિવાસી સમુદાયને મોટી રાહત પહોંચી શકે છે. એવી આશા રાખવામાં આવી છે કે, આ બંધને કારણે સુકમા જિલ્લાના કોંટા સહિત ૧૮ ગામો ડૂબી જશે. ઉલ્લેખનીય છે કે, પોલાવરમ બંધના નિર્માણનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે જ્યારે ઊંચાઇ ઓછી કરવા માટે ઘણીવાર સરકારમાં માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાતમી ઓગસ્ટ ૧૯૭૮ના રોજ અવિભાજિત મધ્યપ્રદેશની જનતા પાર્ટી સરકારે પોલાવરમ આંતરરાજ્ય પ્રોજેરક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે મુખ્યમંત્રી વીરેન્દ્ર સકલેજા હતા ત્યારબાદ સમજૂતી કરાર બીજી એપ્રિલ ૧૯૮૦ના રોજ કરવામાં આવ્યો હતો.