(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સુપ્રીમ કોર્ટે આઈઆઈટી-જેઈઈને કાઉન્સિલિંગ પ્રતિક્રિયા પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશ મુજબ સમગ્ર દેશમાં જોઈન્ટ એન્ટ્રેસ ટ્રસ્ટ પછી એડમિશનની ચાલી રહેલ કાઉન્સિલિંગ પ્રક્રિયા પર રોક રહેશે. જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિ એ.એમ. ખાનવિલકરની બેંચના તમામ હાઈકોર્ટને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ મુદ્દે કોઈપણ અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. આઈઆઈટી-જેઈઈ ર૦૧૭ રેન્ક લિસ્ટ અને અતિરિક્ત આંક આપવાના નિર્ણયે દેશને અલગ-અલગ હાઈકોર્ટમાં દાખલ અરજીઓની માહિતી સુપ્રીમ કોર્ટે માગી છે. મળેલ માહિતી અનુસાર હવે ૧૦ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરશે. ૩૦ જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આઈઆઈટી-જેઈઈ ર૦૧૭ રેન્ક લિસ્ટને રદ કરવાની માગ વાળી અરજી પર સુનાવણી કરતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયને નોટિસ જારી કરી છે આ કેસમાં ? આઈઆઈટીમાં એડમિશન માટે પરિક્ષાર્થી એશ્વર્યા અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માગ કરી છે કે આઈઆઈટી-જેઈઈ ર૦૧૭ની આંકડા યાદીને રદ કરવામાં આવે. અરજીકર્તા મુજબ આઈઆઈટી-જેઈઈમાં સામેલ થનાર વિદ્યાર્થીઓને બોનસ આંક આપવાનો નિર્ણય ખોટો છે. આને કારણે ઘણા વિદ્યાર્થીઓના અધિકાર છીનવાઈ રહ્યા છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે આઈઆઈટી-જેઈઈ (એડવાન્સ)ની રેન્ક લિસ્ટ ફરીથી બનાવવામાં આવે. અરજકર્તા મુજબ પ્રવેશ પરીક્ષા ફરીથી લેવામાં આવે તો સારૂં રહેશે અથવા તો વિદ્યાર્થીઓને આવતા વર્ષે ફરીથી પરીક્ષા આપવા દેવામાં આવે. આવી પ્રથમ ઘટના બની છે કે આઈઆઈટી-જેઈઈની પરીક્ષામાં આ રીતે ગરબડીના કારણે કાઉન્સિલિંગ પ્રતિક્રિયા પર રોક લગાવવામાં આવી છે. અરજકર્તાઓએ માગ કરી છે કે જે વિદ્યાર્થીઓએ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે તેઓને બોનસ માર્કસ આપવામાં આવે. પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો ખોટા હતા, જેના કારણે તમામ વિદ્યાર્થીઓને એની જગ્યાએ બોનસ આંક આપવામાં આવ્યા છે. આ નિર્ણયનો અરજીમાં સખત વિરોધ કરવામાં આવ્યો છે.