(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
પોતાની કાળી કરતૂતોથી બચવાનો પ્રયાસ કરતાં દિલ્હી પોલીસે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટી (જેએમઆઈ)ના વિદ્યાર્થીઓ પર ૧૫ ડિસેમ્બરના રોજ આચરેલી બર્બરતા અંગે તેમની ભૂમિકાને યોગ્ય ઠેરવવા પોતે બનાવેલા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ગયા અઠવાડિયે પોલીસે કોર્ટમાં દાખલ કરેલી પહેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને બચાવવા અને હિંસક વિરોધ કરનારાઓને ઓળખવા અને વિદ્યાર્થીઓને કેમ્પસથી વિખેરી નાખવા અને પાછળ ધકેલવા માટે, ટીયર ગેસના સેલ અને મધ્યમ બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.” તેમણે વધુ ઉમેરતા કહ્યું છે કે, “પોલીસ દળનો નાનોભાગ પણ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને બેફામ ટોળાને કેમ્પસ ખાલી કરવામાં સફળ રહ્યો. પથ્થરમારો અને નાસભાગ મચાવતા કેટલાક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી જેમને તરત જ તબીબી સહાય માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.” આ ચાર્જશીટ કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૧૪૭ (તોફાનની સજા), ૧૪૮ (તોફાનો, ઘાતક હથિયારોથી સજ્જ), ૧૪૯ (ગેરકાયદેસર મંડળી), ૩૫૩ (જાહેર સેવકને રોકવું અને ધમકી આપવી), ૧૮૬ (જાહેર સેવકના કામને અવરોધવું), ૩૩૨ (સ્વૈચ્છિક રીતે જાહેર સેવકને નુકસાન પહોંચાડવા માટે) અને ૪૨૭ (તોફાનને કારણે નુકસાન પહોંચાડવાની ફરજ) ભારતીય બંધારણ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત, પ્રથમ ચાર્જશીટમાં આપેલી માહિતી સૂચવે છે કે, પોલીસને જેએમઆઈના કોઈપણ વિદ્યાર્થી વિરૂદ્ધ કાર્યવાહી કરવા યોગ્ય પુરાવા મળ્યા નથી. ચાર્જશીટમાં જેએમઆઈના ત્રણ વિદ્યાર્થીઓનું નામ લેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ ચાર્જશીટમાં કુલ ૧૮ લોકોના નામ છે, જેઓ ૧૭ લોકો પડોશના છે અને બાકીની ૧૮મી વ્યક્તિ શર્જિલ ઇમામ છે, જેને પોલીસે એક સાક્ષીના નિવેદનના આધારે “ઉશ્કેરણીજનક” ગણાવ્યો હતો, જેમાં તેના ભાષણો દ્વારા કથિતરૂપે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શર્જિલ પર બીજી બાબતમાં પણ દેશદ્રોહના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસની અતિરેકને ન્યાયી ઠેરવવાના ચાર્જશીટમાં એવું પણ જણાવ્યું છે કે, “જુદા જુદા જૂથો કેમ્પસમાં પ્રવેશ્યા હતા અને ત્રણ બાજુથી પોલીસ દળ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે વિરોધીઓને શાંતિપૂર્ણ રીતે વિખેરવાની ચેતવણી આપતા રહ્યા, પરંતુ તેઓ અડગ રહ્યા અને કેમ્પસની અંદરથી પથ્થરમારો કરતા રહ્યા. સીસીટીવી અને મીડિયા ફોટા પર પણ આ જ દેખાય છે.” પોલીસની બર્બરતાને સાચું પૂરવાર કરવા તેઓએ લખ્યું કે, “તોફાન કરનાર ટોળાને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી કે, પથ્થરમારાથી વિદ્યાર્થીઓના જીવ અને સંપત્તિને જોખમમાં મુકાય છે અને તમામ પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ રીતે કેમ્પસ ખાલી કરે.” પોલીસે પૂરક ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી છે. પ્રથમ ચાર્જશીટમાં લખ્યું છે કે, “આગળની તપાસ આગળ વધી રહી છે. ઉશ્કેરણી કરનારા વિદ્યાર્થી નેતાઓ સહિતના નેતાઓની ભૂમિકા સ્થાપિત થઈ રહી છે. પૂરક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે.” પોલીસ જ્યારે હિંસક દિવસે હિંસામાં તેની ભૂમિકા અંગે ચુપ્પી રાખી હતી, ત્યારે જામિયા કો-ઓર્ડિનેશન કમિટીએ એક વીડિયો બહાર પાડ્યો હતો. જેને પોલીસ લાઇબ્રેરીમાં દાખલ કરતી અને વિદ્યાર્થીઓને અંધાધૂંધી માર મારતી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બે વીડિયો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓના હાથમાં પથ્થરો છે. જો કે, પોલીસે તેમનું વલણ જાળવી રાખ્યું છે કે, વિદ્યાર્થીઓને ચાર્જ લેતો વીડિયો તે સમયે લાઇબ્રેરીમાં હાજર લોકોની નિર્દોષતા સાબિત કરતો નથી.