નવી દિલ્હી, તા.૨૩
ગૃહ મંત્રાલયે દેશના ઘણાં મોટા નેતાઓને આપવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરી છે. ગૃહમંત્રાલયે દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યુપી બીજેપીના નેતા સંગીત સોમ, બીજેપીના સાંસદ રાજીવ પ્રતાપ રુડીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે યુપી સરકારના મંત્રી સુરેશ રામા, એલજેપી સાંસદ ચિરાગ પાસવાન, પૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. આ સિવાય ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ઝેડ પ્લસ સુરક્ષા પણ પરત લેવાનું નક્કી કર્યું છે. એટલે કે હવે અખિલેશ યાદવની બ્લેક કેટ કમાન્ડો અને ઢ પ્લસ સુરક્ષા હટાવી લેવામાં આવી છે
ગૃહ મંત્રાલયે CRPFની સુરક્ષા મેળવનાર નેતાઓની સુરક્ષા કવરની સમીક્ષા કરી છે. આ નિર્ણય પ્રમાણે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવને હવે કેન્દ્રની સુરક્ષા મળશે નહીં. લાલુ પ્રસાદ સિવાય બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંક્ષી રાજીવ પ્રતાપ રુડીની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેમને પણ હવે કેન્દ્રની સુરક્ષા મળશે નહીં. આ સિવાય રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. યુપી સરકારના મંત્રી સુરેશ રામાને કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા પરત લઈ લેવામાં આવી છે. બીજેપી ધારાસભ્ય સંગીત સોમની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એલજેપી સાંસદ ચિરાગ પાસવાનની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેમની સીઆરપીએફ સુરક્ષા પરત લઈ લેવામાં આવી છે. તેમને હવે વાય કેટેગરીની સુરક્ષા મળશે. રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે.