મુંબઇ,તા.૨૦
વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાની સુરક્ષા વધારવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ અંગે જાણકારી આપી હતી. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે આ ભલે બોગસ મેલ ધમકી હોય પરંતુ તેમ છતાં અમે ટીમની સુરક્ષામાં વધારો કરી દીધો છે. શનિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક મેલ મળ્યો હતો. જેમાં ટીમ ઇન્ડિયા પર હુમલો કરવાની વાત કરવામાં આવી હતી. પીસીબીએ આઈસીસીને આ જાણકારી આપી હતી. તે પછી આઈસીસીએ આ અંગે બીસીસીઆઈ સાથે ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે વિચાર કર્યા પછી કેટલાક પગલાં ભર્યા છે.
ટીમ ઇન્ડિયાને મળેલી ધમકી અંગે બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, આ ફેક ધમકી છે. પરંતુ તેમ છતાં અમે ટીમની સુરક્ષામાં વધારો કરી દીધો છે. પરેશાની જેવું કઈ નથી. અમે ટીમના વાહન સાથે એક એક્સ્ટ્રા પાયલટ વાહન પણ વધારી દીધું છે. ઇન્ડિયન એમ્બેસીએ એન્ટીગુઆ સરકાર સાથે પણ વાત કરી લીધી છે.