ફિરોજશાહ કોટલા મેદાન પર ભારત વિરૂદ્ધ ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ પ્રદૂષણનો ભય શ્રીલંકન ખેલાડીઓ ઉપર છવાયેલો રહ્યો. મંગળવારે એકવાર ફરી શ્રીલંકન ખેલાડીઓ મેદાન પર માસ્ક પહેરીને ઉતર્યા. ઝડપી બોલર લકમલ આ દરમ્યાન મેદાન ઉપર ઉલટી કરતાં પણ જોવા મળ્યો.સુરંગા લકમલ બાદ ફિરોઝશાહ કોટલા ખાતે મોહમ્મદ શમીએ પણ વોમિટિંગ કરી.