(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ર૮
આજે ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શહેરના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા સવાણી હિલ ઇશ્વરભાઇએ ૯૯ ટકા મેળવી જળહળતિ સિદ્વી મેળવી હતી. ૯૯ ટકા મેળવનાર સ્ટુડન્ટના પિતા ધોરણ ૧૦ પુરૂ કરી શક્યા ન હતા. જોકે, પુત્રએ ૯૯ ટકા મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. બોર્ડની પરિક્ષામાં આશાદિપ વિદ્યાલયમાં પ્રથમ આવનાર હિલ ઈશ્વરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, માતા-પિતા ઓછું ભણેલા હોવા છતાં મહેનત કરી ભણાવ્યો છે. મારા પરિણામ પાછળ માતા-પિતા અને સ્કૂલના શિક્ષકોને સિંહ ફાળો છે. મેન્થ અને સાયન્સ પર વધુ ભાર મૂક્યો હતો. જેથી ૯૯.૯૯ ટકા સાથે ૯૯ ટકા મેળવ્યા હતા. સવાણી હિલ ઈશ્વરભાઈ સંયુક્ત પરિવાર સાથે શહેરના મોટા વરાછા સુમાદા ચોક ખાતે રહેતા છે. પિતા એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરે છે. જ્યારે માતા હાઉસ વાઈફ છે. હિલ પહેલાંથી જ મહેનત કરી સારું પરિણામ લાવતો હતો. અને ધોરણ ૧૦ના પરિણામમાં ૬૦૦માંથી ૫૯૪ માર્ક સાથે ૯૯ ટકા મેળવી ડંકો વગાડ્‌યો છે.
હિલે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ માટે પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હિલ મારી પાસે મોબાઈલ પણ નથી. જ્યારે ઘરમાં ટીવી પણ નથી. પરિવારે સપોર્ટ કર્યો જેના કારણે આ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. ડોક્ટરના સ્વપ્ન જોતા હિલે જણાવ્યુ હતું કે, માતા ૧૨ પાસ અને પિતા ૧૦ પુરૂ કરી શક્યા ન હતા. પણ તેમણે મને ભણાવવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. સામાજીક કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યું હતું. અને શાળા દ્વારા પુરતો સપોર્ટ કરવાના કારણે જ આજે તે આ સફળતા પ્રાપ્ત કરી શકી છે. ધોરણ ૧૦ના પરિણામમાં સુરતના સ્ટુડન્ટ્‌સે ડંકો વગાડ્યો છે. સુરત જિલ્લાનું કુલ પરિણામ ૮૦.૦૬ ટકા આવ્યું છે. જેથી શહેરભરની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સ્ટુડન્ટ્‌સ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ ૧૦નું પરિણામ કુલ ૬૭.૫૦ ટકા જાહેર કરવામાં આવ્યું છે.