(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરત શહેરના વરાછા, કાપોદ્રા અને ઈચ્છાપોરમાં એક મહિલા સહિત ત્રણ જણાંએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના બનાવો પોલીસ મથકે નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ બનાવમાં વરાછા, માતાવાડી મારૂતિ ચેમ્બર્સના ત્રીજા માળે રૂમ નં. ૩૦૫માં રહેતા દીનેશ ગાંડાભાઈ બાંભણીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઉપરાંત બીજા બનાવમાં કાપોદ્રા લક્ષ્મણ નગર સોસાયટી મકાન નં. ૯૫માં રહેતા વર્ષાબેન સુરેશભાઈ બલરે (ઉ.વ.૩૫) ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અને ત્રીજા બનાવમાં ઈચ્છાપોર મોરાગામ હળપતિવાસમાં રહેતા રણજીત રામુભાઈ રાઠોડે બાવળના ઝાડ સાથેક પડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સુરત શહેરના વરાછા, કાપોદ્રા અને ઈચ્છાપોર પોલીસની હદમાં બનેલા ત્રણ જુદા જુદા આપઘાતના બનાવોમાં સ્થાનિક પોલીસ હાલ તો અકસ્માત મોતના ગુનાઓ દાખલ કરી ત્રણેય કિસ્સાઓમાં વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યાં છે. સુરત શહેરમાં પ્રતિદિન આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર થયેલો વધારો ચિંતાનો વિષય બની ગયો છે.