સુરત, તા.પ
રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તા.૧૦મીના રોજ સુરત શહેરના અડાજણ વિસ્તારના સરિતા સાગર સંકુલ ખાતે વન, આદિજાતિ, પ્રવાસનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખૂલ્લો મૂકશે. જેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ ઉજવણીના સુઆયોજન માટે પૂર્વ તૈયારીરૂપે મળેલી બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, સુરતના આંગણે દેશ-વિદેશના પતંગબાજોની પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરશે. તેઓની સાથે સુરતના શોખીન પતંગબાજો પણ જોડાય તેમજ ઘરઆંગણે યોજાનારા ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ’’ને સુરતીલાલાઓ મનભરીને માણે તેવા આયોજનમાં કોઈ કચાશ રહી ન જાય તે માટેની અમલીકરણ અધિકારીઓ સૂચના આપી હતી.
આ પતંગ મહોત્સવમાં થાઈલેન્ડ ન્યૂઝીલેન્ડ, નેપાલ, પોલેન્ડ, ઈન્ડોનેશિયા, રશિયા, વિયેતનામ, ટ્યુનિસીયા, અમેરિકા, યુક્રેન, ફિલીપાઈન્સ જેવા ૧ર દેશોના ૩૬ વિદેશી પતંગબાજો ભાગ લેશે. જ્યારે ભારતના મહારાષ્ટ્ર, તમિલનાડુ, પૌડિચેરી, ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોના ૧૬ તથા સુરતના બે પતંગબાજો મળી કુલ પ૪ જેટલા પતંગબાજો ભાગ લેશે.
બેઠક અધિક કલેક્ટર સંજય વસાવા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ તંત્રના અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારી, પ્રવાસન અધિકારી દિનેશભાઈ, રમતગમત અધિકારી, માહિતી ખાતાના અધિકારી સહિતના અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં પ્રમુખ તરીકે મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા ઉપસ્થિત રહેશે.
સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન

Recent Comments