(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરમાં ગતરોજ ભારે વરસાદની સાથે ઉપરવાસમાં આવેલ કામરેજ, બારડોલી, પલસાણા અને ચોર્યાસી તાલુકામાં પણ મુ઼શળધાર વરસાદના પગલે શહેરમાંથી વહેતી તમામ ખાડીઓ બન્ને કાંઠે વહી રહી છે પરવત ગામ વામ્બે આવાસ ખાતે સતત ચોથા દિવસે મીઠીખાડી ઓવરફલો થઈ રહી હતી. સુરત મહાનગરપાલિકા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચવોવીસ કલાક દરમિયાન શહેર- જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. શહેરના ઉપરવાસમાં આવેલ બારડોલી, કામરેજ, પલસાણા અને ચોર્યાસી તાલુકામાં સતત થઈ રહેલ ભારે વરસાદના પગલે શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓ બન્ને કાંઠે વહી રહી છે. કાકરાખાડી ૫.૮૦ મીટર, ભેદવાડ ખાડી ૬ મીટર, મીઠીખાડી ૭.૬૫ મીટર, ભાઠેના ખાડી ૬.૫૦ મીટર અને સીમાડા ખાડી ૩.૪૦ મીટર ની સપાટીએ વહી રહી છે. ઉપરોકત ખાડીઓ પૈકી મીઠીખાડી સતત ચોથા દિવસે ૭.૫૦ મીટરની ભયજનક સપાટીથી ઉપર ઓવરફલો થઈ રહી છે. પરવત ગામ પાસે વામ્બે આવાસના ગ્રાઉન્ડ ફલોર પર ચારથી પાંચ ફૂટ જેટલુ ખાડીનું પાણી ભરાયું હોવાથી લીંબાયત ઝોન દ્વારા ત્યાં એક ટ્રેક્ટર ફાળવીને અસરગ્રસ્તોનું સ્થળાંતર તેમજ ફૂડ પેકેટની વહે઼ચણી કરવામાં આવી રહી છે. મીઠીખાડીના બન્ને કાંઠે આરસીસીની દિવાલ બનાવી હોવાથી ખાડી ઓવરફલો થઈ હોવા છતાં પરવતગામ સિવાય કયાંય પાણી ભરાયા નથી.