(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરત જિલ્લાની ૧૬ બેઠકો ઉપર કુલ ૨૦૨ જેટલા ઉમેદવારી પત્રકો ભરાયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ર૬ જેટલા ઉમેદાવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે સુરત જિલ્લાની ૧૬ બેઠકો ઉપર ૧૭૬ જેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છેડાનાર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સુરત જિલ્લાની ૧૬ બેઠકો ઉપર ૨૦૨ માન્ય ઉમેદવારી પત્રકો ભરાયા હતા. જેમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, યુવા સરકાર, જેડીયુ તેમજ અપક્ષ મળીને કુલ ૨૦૨ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પૈકી ૧૫૫-ઓલપાડમાં ૧૩ માન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ૧પ૬-માંગરોળમાં ૭ ઉમેદવાર, ૧૫૭-માંડવીમાં ૬ ઉમેદવાર, ૧પ૮-કામરેજમાં ૧૪ ઉમેદવાર, ૧૫૯-સુરત પૂર્વમાં ૧૪ ઉમેદવાર, ૧૬૦-સુરત ઉત્તરમાં ૧ર ઉમેદવાર, ૧૬૧-વરાછામાં ૮ ઉમેદવાર, ૧૬૨-કરંજમાં ૧૩ ઉમેદવાર, ૧૬૩-લિંબાયતમાં ૧૬ ઉમેદવાર, ૧૬૪-ઉધનામાં ૧૩ ઉમેદવાર, ૧૬૫-મજુરામાં ૧૦ ઉમેદવાર, ૧૬૬-કતારગામમાં ૧૪ ઉમેદવાર, ૧૬૭-સુરત પશ્રિમમાં ૧૪ ઉમેદવાર, ૧૬૮-ચોર્યાસીમાં ૧૩ ઉમેદવાર, ૧૬૯-બારડોલીમાં ૫ ઉમેદવાર, ૧૭૦-મહુવામાં ૪ ઉમેદવારોનો ભાવિ નક્કી થશે. સુરત જિલ્લાની ૧૬ જેટલી બેઠકો ઉપર કુલ ૨૦૨ જેટલા ઉમેદવારોએ ફોર્મ નોંધાવ્યા હતા. આજરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ર૬ જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૧૭૬ જેટલા ઉમેદવારો વચ્ચે ૧૬ બેઠકોનો ભાવી નક્કી થશે.