(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સુરત જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ છેલ્લાં એક વર્ષથી ૧૩ માગણીઓને લઇ લડત ચલાવી રહ્યા છે. તેમની માગણી ન સંતોષાતા ફરીથી કર્મચારીઓ હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આરોગ્ય કેન્દ્રના કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. હેલ્થ વર્કર સ્ટાફ નર્સ લેબોરેટરી ટેકનીકલ સ્ટાફ સુપરવાઈઝર ફાર્મસી સહિત ૮૨૮ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા એક વર્ષથી ૧૩ માગણીને લઈને લડત આપી રહ્યા છે. ત્યારે કર્મચારીઓએ હડતાળ પર ઉતરી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં સુરત જિલ્લાના તમામ ડોક્ટરના આરોગ્ય કર્મચારીઓની રેલી અને ધરણા સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓના ૧૩ જિલ્લાના પડતર પ્રશ્નો બાબતે માંગ કરી રહ્યા છે.