સુરત, તા.૧પ
ભેસ્તાન સુંદરનગર સોસાયટીમાં રહેતા પ્રમોદસિંગ રામસિંગ રાજપુત અછમુદ્દા પદુસર પ્રા.લી ઈન્સ્યુરન્સ કંપનીની એજન્સી ધરાવે છે. અને ડિંંડોલી જી-૧માં ઓફિસ છે. પ્રમોદની ભત્રીજીની આવતીકાલે ૧૬મી ફેબ્રુઆરીના રોજ વતન યુપીમાં મેરેજ હોવાથી પરિવાર સાથે ગત તારીખ ૧લી ફ્રેબુઆરીના રોજ વતન ગયા હતા. તે દરમિયાન ગત તારીખ ૯મીના રોજ કોઈ અજાણ્યાઓએ તેમના બંધ મકાનમાં ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાનો નકુચો તોડીને અંદર ઘુસેલા અજાણ્યાઓ લોકર ૧૩ કિલો ચાંદી અને સોનાના ચાદીના મળી કુલ રૂપિયા ૩,૯૫,૦૦૦ના મતાની દાગીના ચોરી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે પ્રમોદસિંગને જાણ કરતા તેઓ વતનથી ગઈકાલે આવી ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.