(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
અમદાવાદની સામૂહીક બળાત્કારની ઘટનાને લઇને સુરત શહેર મહિલા કોંગ્રેસ કમિટી દ્વારા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ આજે આ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટરને આવેદનપણ આપ્યું હતું. મહિલા કોંગ્રેસના હોદ્દેદારો અને અગ્રણીઓ મોરચો લઇને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર સાથે રજૂઆતપત્ર સાથે રજૂઆત કરી હતી કે સામૂહિક બળાત્કારનું પ્રકરણ સમાજ માટે ચિંતા ઉપજાવનારૂં છે. તેમાં પણ ક્રાઇમ બ્રાંચના જવાબદાર અધિકારીએ જે નિવેદન આપ્યું છે તે અશોભનીય છે. આવી ઘટનાઓ બાબતે તંત્ર દ્વારા જો લાપરવાહી દાખવવામાં આવે તો દિન – પ્રતિદિન બળાત્કાર કેસો વધતા જશે. મહિલાઓ સુરક્ષિત નહીં રહે અને અસામાજિક તત્વો નિરંકુશ બની જશે. બળાત્કારનો ભોગ બનેલી પીડિતાની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઇને તંત્રએ સાનુકૂળ વાતાવરણ તટસ્થ મહિલા કાઉન્સિલકોની હારજીમાં તેની પૂછપરછ કરવી જોઇએ. આવી સ્થિતિમાં તેના નિવેદનો નોંધવા જોઇએ અને તે મુજબ આગળની કાર્યવાહી કડક રીતે કરવી જોઇએ. આ ઉપરાંત એવી રજૂઆત કરવામાં પણ આવી છે કે, જ્યાં મહિલાઓની અવરજવર રહેતી હોય તેવી શાળા- કોલેજો, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ વગેરે સ્થળોએ રોમિયોગીરી કરાતાં શખ્સો વિરુદ્વ કડક પગલાં ભરાવા જોઇએ, જેથી આવી ઘટનાઓ નિવારી શકાય.
અમદાવાદની સામૂહિક બળાત્કારની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા

Recent Comments