(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરત શહેર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદે આજે વિરામ લીધા પછી બપોર બાદ ફરી શરૂ થયો હતો. જો કે, સુરતની ખાડીઓ ઉપર થઇ ગયેલા દબાણો સામે સુરત મહાનગરપાલિકા તંત્રના આંખ આડા કાનના કારણે આ ખાડીઓ ભરાવાની સ્થિતિમાં આવી જવા પામી છે. જેથી પાલિકાતંત્ર દ્વારા દર કલાકે સપાટી નોંધવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિતેલા સમયમાં સુરત જિલ્લામાં ઠેર-ઠેર વરસાદ નોંધાયો હતો. જેમાં બારડોલીમાં ૩૬ મીમી, ચોર્યાસીમાં ૪૫ મીમી, કામરેજમાં ૨૦ મીમી, મહુવામાં ૨૯ મીમી, માંડવીમાં ૨૧ મીમી, માંગરોળમાં ૩૪ મીમી, ઓલપાડમાં ૨૩ મીમી, પલસાણામાં ૫૧ મીમી, સુરત સિટીમાં ૧૪ મીમી અને ઉમરપાડામાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારથી વરસાદે વિરામ લીધો છે.
દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાનાં કપરાડામાં ૮૫ મીમી, પારડીમાં ૬૫ મીમી, ધરમપુરમાં ૩૮ મીમી, વાપીમાં ૫૧ મીમી, વલસાડમાં ૧૯ મીમી, ઉમરગામમાં ૪ મીમી, વરસાદ ત્રણથી ચાર કલાકમાં નોંધાયો હતો.
નવસારી જિલ્લાનાં જલાલપોરમાં ૫૧ મીમી, નવસારીમાં ૪૩ મીમી, ચીખલીમાં ૨૪ મીમી, ગણદેવીમાં ર૩ મીમી વરસાદ સવારે નોંધાયો. આ સિવાય ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઈંચ વરસાદ ઝીંકાયો હતો.
આ ઉપરાંત આજે સવારે ૬ કલાકે પૂર્ણ થયેલ ગત ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતનાં તમામ તાલુકાઓમાં વરસાદ થયો હતો. વઘઈમાં ૯૯ મીમી, સુબિખંડમાં ૫૨ મીમી, સાપુતારામાં ૫૦ મીમી, વ્યારામાં ૬૩ મીમી, વાલોડમાં ૫૪ મીમી, ખેરગામમાં ૫૫ મીમી, વાંસદામાં ૩૯ મીમી, પલસાણામાં પ૧ મીમી, ચોર્યાસીમાં ૪૫ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યાં છે.
સુરત મહાનગરપાલિકાના ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ખાડીઓ બન્ને કાંઠે વહી રહી છે. ગતરોજની સરખામણીએ આજે સપાટી નીચી નોંધાઈ છે. કાકરાખાડી ૫.૮૦ મીમી. (ભયજનક ૬.૫૦ મી), ભેદવાડા ખાડી (ભયજનક ૭.૫૦ મી), ભાઠેના ખાડી ૫.૭૦ મી (ભયજનક ૭.૭૦ મી), સીમાડા ખાડી ૩ મી (ભયજનક ૫.૫૦ મી) પરવત પાટિયા વામ્બે આવાસ અને સરસ્વતી સ્કૂલ પાસે ખાડીના પાણી ઓસરી જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યા છે.