સુરત શહેરના હરીપુરા ગૂંબજવાળી મસ્જિદની પાસે રહેતા રફીક કયામુદ્દીન પીરઝાદાના પુત્ર અરહમ રફીક પીરઝાદા મહારાષ્ટ્રના ન્યુ નેરૂલ મુંબઇ ખાતે આવેલ ડી.વાય.પાટીલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે સાથે તેમણે આજ કોલેજમાં જનરલ સેક્રેટરી મેળવી લીધા બાદ અમેરિકા ખાતે નાસામાં ટ્રેનિંગ લઇ યશસ્વી કામગીરી કરી હતી. તેમજ મુંબઇ ખાતે જ્યારે જસ્ટીન બીબર (સીંગર) નો શો રાખવામાં આવ્યો હતો તેમાં પણ અરહમ રફીક પીરઝાદાની મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક થઇ હતી. આગામી તા. ૬ ઓક્ટોબર ૨૦૧૭થી શરૂ થનાર મુંબઇ ખાતે યોજાનાર ફીફા વર્લ્ડ-કપમાં સમગ્ર વિશ્વમાંથી રમવા આવનાર ખેલાડીઓની સારવાર અર્થે અરહમ રફીક પીરઝાદાની મેડિકલ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.