(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
સુરતના ઉધના વિસ્તારમાં બજરંગદળના કાર્યકર્તાઓએ માલધારી સમાજના યુવક પાસેથી હુપ્તા પેટે રુા.૧૦૦૦ની માંગણી કરી જીવલેણ હુમલો કર્યો હતો.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહેલા આ યુવક ઉપરના હુમલાની ઘટનાને માલધારી સમાજે વખોડી કાઢી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.
સુરત જિલ્લા કલેક્ટરને માલધારી સમાજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, માલધારી સમાજના નવી પેઢીના જુવાન અને શિક્ષિત વ્યક્તિ એવા વિજય નારણભાઈ કાતરીયા સી.એ. ફાઈનલના અભ્યાસ કરે છે અને પાર્ટ ટાઈમમાં પાનના ગલ્લા ઉપર બેસે છે આ પાનના ગલ્લાથી જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. ગત તા.૧૫-૧૧-૧૭ના રોજ રાજુ ભરત યાદવ તે ઉધના જિલ્લા બજરંગદળ સુરત મહાનગર, શિવમ વિદ્યાવાસિની દુબે તે ગૌ રક્ષા બજરંગ દળ, સહ સંયોજક ઉપપ્રમુખ, સુરત મહાનગર, દેસરાજ પરશુરામ યાદવ, કરણ સંદીપ ર્સૈદાણે, રાહુલ વિધ્યાવાસિની દુબે અને તેમના મળતીયાઓ કે જેઓ બજરંગ દળમાં પોતાના સ્વાર્થ માટે જાડાયેલ છે, તેવા વ્યક્તિઓએ ભેગા મળીને વિજય નારણભાઈ કાતરીયાના પાનના ગલ્લાએ આવેલ અને પાનનો ગલ્લો ચલાવવાના હપ્તા પેટે રૂ.૧૦૦૦ માંગેલ, તેઓએ હપ્તો આપવાનું ના પાડતા રીતુરાજ નામનો માણસે વિજય નારણભાઈ કાતરીયાને જમણી સાઈડે પીઢના ભાગે ચપ્પુ મારી દીધેલ, તેથી તેમણે એ વખતે આવા અસામાજિક તત્ત્વો-માણસો વિરૂદ્ધ લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. તે વખતે વિજય નારણભાઈ કાતરીયા ઈનડોર પેશન્ટ તરીકે હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા. ત્યારબાદ આ ફરિયાદ પાછી ર્ખંચી લેવા માટે આ કામના આરોપીઓ વિજય નારણભાઈ કાતરીયાને સતત ધાક ધમકીઓ આપતા હતા અને ગત તા.૧૭-૧૨-૨૦૧૭ના રોજ આ ઉપરોક્ત વ્યક્તિઓ તેમજ બીજા અજાણ્યા આઢક વ્યક્તિઓ ફરી વિજય નારણભાઈ કાતરીયાના પાનના ગલ્લાએ આવ્યા હતા ત્યારે તેમની ઉપર ઘાતક હુમલો કર્યો હતો.