(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાના અહેવાલ છે. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. જેમાં યુએસથી આવેલા કિરીટભાઈ વિરજીભાઈ ગણાત્રાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. હાલત નાજૂક જણાતા સિવિલ બાદ કિરીટભાઈને વધુ સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
બનાવની પ્રારંભિક વિગતો એવી છેકે, વહેલી સવારે એક ટ્રકે કારને અડફેટે લેતા કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જીન પણ બહાર આવી ગયું હતું. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. એનઆરઆઇ કિરીટભાઈ વેસુમાં મિત્રને ત્યાં આવ્યા હતા અને જ્યાં તેમની કારને અકસ્માત નડયો હતો.