સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં સીઆરસી કક્ષાનો ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પસંદગી પામેલી કૃતિઓમાં શાળા નં.૩૮ દ્વારા તૈયાર કરાયેલા વાહન પાર્કિંગના આધુનિક મોડલની પસંદગી થવા પામી હતી. આ મોડલ થકી હાલની વાહન પાર્કિંગની સમસ્યાનો કેટલેક અંશે શી રીતે ઉકેલ લાવી શકાય ? તે દર્શાવવાનો પ્રયાસ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા કરાયો હતો.