(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૧૧
સુરત જિલ્લાની એસઓજી પોલીસ-પોલીસે બાતમીના આધારે મોસાલી ચોકડી પાસેથી આંતર જિલ્લા વાહન ચોર ગેંગના ચાર ઈસમોને ચોરીની ૧૮-પ૧ લાખની કિંમતની પ૪ મોટર સાઈકલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને વધુ પ૦ મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળતા ૧૦૦થી વધારે મોટરસાઈકલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લામાં એસઓજીએ મોસાલી ચોકડી પાસેથી ઐયુબ અહમદ સપાટી ઉ.વ.ર૮ રહેવાસી મસ્જિદ ફળિયું મુ. ભાટી તા.અંકલેશ્વર, અયાઝ અહમદ આસરોદ (ઉ.વ.ર૮) રહે. ખરોડ તા. અંકલેશ્વર શાહરૂખ સલીમ શેખ, ઉ.વ.ર૧ રહે. ખરોડ પટેલ ફળિયું તથા અનશ ફારૂક લહેરી રહે. ખરોડ લહેરી ફળિયુંની ભરૂચ પોલીસે ધરપકડ કરી તા.૧૦-૮-૧૭ના રોજ ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લવાયા હતા. જયાંથી કોર્ટ દ્વારા ઝહીવલના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ ભરૂચ જિલ્લા તથા સુરત શહેરમાં જુદી જુદી જગ્યાઓમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે તેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટે. તા.૧૮ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના કુલ ૭ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના જ ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશન.ર સુરત ઉમદા પોલીસ સ્ટેશન-૧ કુલ ૧૮, લાલપદ હજારનો મુદ્દામાલ એક્ત્ર કર્યા હતો.