(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૯
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાછલા કેટલાંક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ગીરીમથક એવા ડાંગ જિલ્લામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
વલસાડ ફ્‌લડવિભાગના સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ઉમરગામ તાલુકામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ વિરામ ફરમાવો હોવાનું જાણવા મળે છે જ્યારે. કપરાડામાં ૮૧ એમ.એમ. ધરમપુરમાં ૨૨એમ.એમ. પારડીમાં ૦૭.એમ.એમ. વલસાડમાં ૦૬ એમ એમ.વાપીમાં ૧૩ એમ.એમ. વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે મધુવન ડેમ ની સપાટી આજે સવારે ૭ઃ૦૦ કલાકે ૭૩.૮૦ ફુટ નોંધાઇ હતી જ્યારે ડેમમાં ૪૬૨૬૩ ક્યુસેક પાણીની આવક સામે ડેમના ત્રણ દરવાજા ૨.૦૭. મીટર ખુલ્લા રાખી ડેમનું લેવલ મેઇન્ટેઇન કરવા માટે ૩૧૮૬૮ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જ્યારે મેઘરાજા ગુજરાતના સરહદી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં હેત વરસાવતા હોય તેમ આહવા તાલુકામાં ૭૯ એમ એમ. વઘઇ તાલુકામાં ૩૧ એમ. એમ. એટલે કે દોઢ ઈંચ જ્યારે સુબીર તાલુકા માં ૯૬. એમ. એમ. ગિરિમથક સાપુતારામાં ૯૧એમ.એમ. વરસાદ વરસ્યો હતો આજે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્ના છે. વરસાદનો બીજા રાઉન્ડ સારો જતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે અને મેઘમહેરથી ડાંગ જિલ્લાનો વન્ય પ્રદેશ સોળે કળાએ ખીલી ઉઠ્‌યો છે. ગીરધોધનો અદ્દભૂત નજારો માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યાં છે.