(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહ્યી છે.દરમ્યાન છેલ્લાં બે દિવસથી વરસાદ નોંધાય રહ્યો છે.આજે મધરાત્રિથી લઇ મંગળવારે સવારના ૧૨ વાગ્યા સુધી શહેરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
સુરત શહેરમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.જયારે જિલ્લામાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.વરસાદના કારણે અસહ્ના ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત થઇ હતી.સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લાં બે દિવસથી મેઘરાજાએ ફરીથી પધરામણી કરી હતી.દરમ્યાન આજે સમગ્ર મધ્ય રાત્રિ દરમ્યાન હલકાથી ભારે માત્રામાં વરસાદ નોંધાયો હતો.ખાસ કરીને સુરત શહેરમાં રાત્રિના ૧૨ વાગ્યાથી લઇ આજે બપોરના ૧૨ વાગ્યા સુધી વરસેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેથી સવારના સમયે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા અને લોકોને નોકરી ધંધે જવા માટે વરસાદનો સામનો કરવાની નોબત આવી હતી. આમ ૧૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ હતી. હાલ વાદળ છાયા વાતાવરણની વચ્ચે વરસાદ યથાવત રહ્ના છે. આ ઉપરાંત બારડોલીમાં ૯ મીમી , ચોર્યાસીમાં ૧૫ મીમી , કામરેજમાં ૧૩ મીમી , મહુવામાં ૪ મીમી , માંડવીમાં ૩ મીમી , ઓલપાડમાં ૩૫ મીમી , પલસાણામાં પાંચ મીમી અને ઉમરપાડામાં ૮ મીમી વરસાદ ખાબકયો છે.